આર્યન ખાનની વેબસિરિઝ “સ્ટારડમમાં” કેમિયો રોલમાં જોવા મળશે આ સેલિબ્રિટી…..

બોલીવુડમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પોતાના કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આર્યન વેબસીરિઝ “સ્ટારડમ”થી પોતાના કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યો છે. જાણકારી મુજબ આ વેબસિરિઝ ફિલ્મ જગતની અંદરની કામગીરીને જણાવશે . એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ જગતની અંદરની બાબતોથી આર્યન જાણકાર છે કારણ કે તેણે નાનપણથી જ બધી વસ્તુઓ જોય છે કારણ કે તેના પિતા પણ આ જ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યાં છે. હવે આ વેબસિરિઝમાં રણબીર કપૂરનું નામ પણ આવ્યું છે.

સ્ટારડમ વેબસિરિઝમાં આર્યન ખાન સાથે રણબીર કપૂર પણ જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. જેના કારણે લોકો પણ આ સિરિઝને જોવા માટે આતુર થઈ રહ્યાં છે. આ સિરિઝનો સેટ પણ ખૂબ જ સુંદર મજાનો છે. આર્યન બોલિપૂડમાં પોતાનું કરિયર શરૂ કરવા જઈ રહ્યો છે ત્યારે પોતાના પુત્રને સપોર્ટ કરવા માટે શાહરૂખ પણ તેના સેટ પર હાજરી આપી આર્યનને સરપ્રાઈઝ આપ્યું હતું. એનિમલમાં કેમિયાના રોલ માટે રણબીર કપૂર પહેલા શાહરૂખ ખાન અને રણવીર સિંહનું નામ પણ સામે આવેલ હતું.આ વેબ સીરીઝ માં કુલ ૩૫૦ લોકો શૂટિંગ કરી રહ્યા છે અને ૬ એપિસોડ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.