ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર પ્રસિદ્ધ કૃષ્ણા બંધાયો લગ્નના તાંતણે.

ટીમ ઈન્ડિયાના સુપ્રસિદ્ધ ક્રિકેટર પ્રસિદ્ધ કૃષ્ણાએ ગુરુવારે પારંપરિક દક્ષિણ-ભારતીય રીતિ રિવાજથી પોતાની ફિયાન્સે સાથે લગ્ન કરી લીધા. રાજસ્થાન રોયલ્સના ઝડપી બોલરે મંગળવારે સગાઈ કરી હતી. આ બાદ ગુરુવારે ફિયાન્સે રચના સાથે લગ્ન કરી લીધા હતાં લગ્ન સમારોહમાં ભારતીય ક્રિકેટર્સ શ્રેયસ અય્યર, જસપ્રીત બુમરાહ અને કૃષ્ણપ્પા ગૌતમ વગેરે ક્રિકેટરે હાજરી આપી હતી.

ક્રિકેટર પ્રસિદ્ધ કૃષ્ણા પોતાને થયેલ ઇજાના કારણે વર્તમાનમાં સમાપ્ત થયેલી IPL 2023ની 16મી સિઝનમાંથી બહાર થઈ ગયો હતો. તેની અને ફિયાન્સે રચનાના લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તે સમયે, લગ્નમાં હાજર રહેલા ગૌતમે પણ તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં બુમરાહ, શ્રેયસ સાથે સાથે કર્ણાટકના પણ ઘણા ખેલાડીઓ જોવા મળી રહ્યા છે.

આઈપીએલ 2022માં પ્રસિદ્ધ કૃષ્ણાએ સારું પ્રદર્શન કર્યું હતું. ક્રિષ્ણાએ મજેદાર રીતે સારી બોલિંગ કરીને 17 મેચમાં 19 વિકેટ પણ લીધી હતી. આ દરમિયાન તેની ઈકોનોમી 8.29 પર હતી. ભારતીય ફાસ્ટ બોલરની આઈપીએલ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે આ લીગમાં કુલ 51 મેચ રમી છે અને સાથે 49 વિકેટ પણ લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.