“પિતાએ સપનામાં આવીને કહ્યું કે, તારા કારણે મારું મોત થયું ” પછી યુવકે જે કયુઁ…

ગત ૧૦મી તારીખે અમદાવાદ શહેરનાં દધીચી બ્રિજ પરથી કૂદીને યુવકે આપધાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે આ યુવકે આપધાત કેસમાં સૂસાઈડ નોટ મળી આવી હતી.

વધુ વિગતો એવી છે કે, ગત ૧૦મી ૩૩ વષીઁય રજનીકાંત પરમાર નામના યુવકે પુલ પરથી કૂદકો તો લગાવ્યો હતો પણ તંત્રએ સુરક્ષા માટે ગોઠવેલી જાળીમાં તે ફસાઈ લટકી ગયો હતો. જો કે, આ પછી હાથ લપસતા યુવક મોતને ભેટયો હતો. આ ધટનાનો લાઈવ વીડીયો પણ જે તે સમયે સામે આવ્યો હતો.

પોલીસને તપાસ દરમિયાન ચોપડાના પેજમાં પેનથી લખેલી એક નોટી મળી આવી હતી. જેમાં ભાઈ સોરી લખેલું હતું. આ પછી લખ્યું હતું કે, નયનભાઈ મને માફ કરજો. તમને એકલા મૂકીને જાઉં છું. પણ શું કરું પપ્પાની બોવ યાદ આવે છે. પપ્પાએ મને જયારે આવીને કીધું કે મારાં કારણે એમનું મોત થયું છે. ત્યારનો પરેશાન છું.

ખરેખર મેં માતાજીની કોઈ ભુલ કરી દીધી છે. જેના લીધા આવું થયું અને હું આ બોજ લઈ જિંદગી નઈ જીવી શકું. તમારો આભાર મને ચાર મહિનાથી સાચવો છો અને મારું વેઠો છો છતાં મને કંઈ બોલતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news