વાહ રે વાહ.. ગૃહમંત્રીએ એક મહિલાનો જીવ બચાવવા માટે પોતાનો કોન્વોય અટકાવી દીધો..

શહેરના સરદાર બ્રિજ(SARDAR BRIGE) પરથી શનિવારે સાંજે એક અજાણી મહિલાને તાપી નદીમાં(TAPI RIVER) મોતની છલાંગ લગાવી દીધી હતી. બ્રિજ પર લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. તે જ સમયે બ્રિજ પરથી પસાર થઈ રહેલાં ગૃહ રાજ્યમંત્રી(HOME MINISTER) હર્ષ સંઘવી(HARSH SANGHVI) ટોળું જોઈ પોતાનો કાફલો અટકાવી દીધો હતો. સ્થળ ઉપર હકીકત જાણી ગૃહમંત્રી સક્રિયતા દાખવી હતી. ફાયર વિભાગ(FIRE DEPARTMENT) અને પોલીસ કંટ્રોલરૂમને (POLICE CONTROLROOM) જાણ કરી હતી મહિલાનો(WOMEN) જીવ બચાવવા તેને ઝડપથી હોસ્પિટલમાં(HOSPITAL) શિફ્ટ કરવા વિશેષ કોન્વોય પણ આપ્યો હતો.

પરંતુ સારવાર હેઠળ ખસેડવામાં આવે તે પહેલા જ મહિલા મોતને ભેટી હતી. બન્યું એવું હતું કે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શનિવારે સાંજે અઠવાગેટ થી સરદાર બ્રિજ થઈ અડાજણ તરફ જઈ રહ્યા હતા. તેના થોડા સમય પહેલાં જ એક અજાણી મહિલાએ જિંદગીથી હતાશ થઈ સરદારબ્રિજ પરથી તાપી નદીમાં કૂદકો મારી દીધો હતો.

બરાબર તે સમયે ગૃહ મંત્રી નદીનો બ્રીજ પરથી પસાર થઈ રહ્યો હતો ઉપર લોકોનું ટોળું જોઈ હર્ષ સંધવીએ પોતાનો કોન્વોય અટકાવ્યો હતો.તુરંત જ કારમાંથી નીચે ઉતરી સક્રિય થયા હતાં.

બીજી તરફ સંધવીએ મહિલાને તુરંત હોસ્પિટલ લઈ જવા માટે પોલીસ સાથે વાતચીત કરી વિશેષ કોન્વોય અપાવ્યો હતો. તાપી નદીમાં ભૂસકો મારનાર અજાણી મહિલાનું નામ શું છે? કયાં રહે છે? આપધાત કરવા પાછળ શું કારણ? તેને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news