આ ભારતીય કંપનીએ કરી જાહેરાત, હવે કર્મચારી ઓફિસમાં અડધા કલાકની ઊંઘ કાઢી શકે છે! જાણો વિગતવાર..

ઓફિસની અંદર હવે કર્મચારી 30 મિનિટ માટે ઊંઘ કાઢી શકશે. ભારતીય સ્ટાર્ટઅપ કંપની વેકફિટ સોલ્યૂશને આ શરૂઆત કરી છે. ઊંઘવાનો સત્તાવાર સમાય પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ઓફિસની અંદર સૂવાનો અવસર દરેક કર્મચારીને મળશે. વેકફિટ સોલ્યૂશને હાલમાં જ આ અનોખા અભિયાનની શરૂઆત કરી છે.અને કંપનીનું માનવું છે કે તેનાથી તેમના કર્મચારી સ્વસ્થ રહેશે. એવામાં કર્મચારીઓને બપોરના સમયે 30 મિનિટ માટે ઊંઘવાનો ચાન્સ મળી શકશે.

તેમણે કહ્યું કે બપોરે સૂવાથી પરફોર્મન્સ સારું થાય છે અને પ્રોડક્ટિવિટી પણ સારી રહે છે. તેમણે આ દરમિયાન NASAની સ્ટડી અને હાવર્ડની સ્ટડીનો સંદર્ભ આપ્યો. તે મુજબ 26 મિનિટની ઊંઘથી કામ દરમિયાન પ્રદર્શન 33 ટકા સારું થઈ શકે છે. કંપનીએ રીતસરની ટ્વીટર અને ફેસબુક પર આ વાતની જાહેરાત કરી અને સૂવાના સમયની નિયમાવલી પણ જાહેર કરી દીધી છે. કંપની મેનેજમેન્ટનું કહેવું છે કે આ પહેલાથી તેમના કર્મચારી ફિટ રહેશે અને વધારે ઉત્સાહ સાથે કામ કરશે. હવે કર્મચારી રોજ 2:00 વાગ્યાથી 2:30 વાગ્યા વચ્ચે અડધા કલાકનું ઝોકું લઈ શકશે અને કર્મચારીઓને અસ્થાયી રૂપે સોવા માટે જગ્યાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.