જન્મ આપ્યા બાદ માતાનું મોત ,10 દિવસથી વધુ વેન્ટિલેટર પર રહી બાળક સ્વસ્થ થયો, બાળક નું નામ શું રાખ્યું જાણો ?

જન્મના સમયે માતાને ગુમાવનાર નવજાતને બચાવવા માટે સિવિલ હોસ્પિટલના તબીબોએ ભરપૂર પ્રયાસ કર્યા હતા અને આખરે માતા વગરનું બાળક જીવી ગયું હતું.પરિવાર બાળકને ઘરે લઈ ગયું હતું અને તબીબનો આભાર વ્યક્ત કર્યો હતો. મોત સામે સતત 19 દિવસ લડી ઘરે ગયેલા બાળકનું નામ પરિવાર ‘અભય’ રાખવા વિચારી રહ્યું છે.

સિઝેરિયન કરવામાં આવ્યું હતું માંગરોળની પ્રસૂતાને શ્વાસ લેવામાં તકલીફ થતાં ગત 6 મેના રોજ સાંજે 4 વાગ્યે સિવિલમાં લાવવામાં આવી હતી. રુચિ પંચાલ (29)ને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાને લીધે ગાયનેક વોર્ડમાં દાખલ કરી કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. સારવાર શરૂ હતી દરમિયાન 11મીએ ગર્ભમાં બાળક અને શ્વાસ લેવામાં તકલીફ હોવાને લીધે ગર્ભવતી મહિલા અને બાળકને બચાવવા સિઝેરિયન પ્રસુતિ કરાવવાનું નક્કી કરાયુંં હતું. સિઝેરિયન હોવાને લીધે એનેસ્થેસિયાનો ઉપયોગ કરી પ્રસુતિ કરવામાં આવી હતી. જોકે માતા બચી ન શકી પણ બાળક દુનિયામાં અવતરી ગયું હતું.

બાળક જન્મ્યુ ત્યારે રડતું નહોતું;
માતા બેભાન હાલતમાં જ મરણ પામતા નવજાત બાળકની જિંદગી બચાવવા તબીબો કામે લાગ્યા હતા.જન્મતાની સાથે બાળક રડતું ન હોવાને લીધે બાળકના ફેફસાં પર ધ્યાન કેન્દ્રિત કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. નળી વડે દુધ પણ પીવડાવવામાં આવ્યું હતું અને બાળકને વેન્ટિલેટર પરથી ઓક્સિજન પર અને ત્યાર બાદ રૂમ એરમાં લાવવામાં ડોકટરોને સફળતા મળી હતી.આખરે બાળકને 29મી મેના રોજ સાંજે રજા આપી દેવામાં આવી હતી.બાળકનો પરિવાર તેને માંગરોળ ખાતે ઘરે લઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news