માતાએ પોતાની ૦૪ બાળકી સાથે કેનાલમાં ઝંપલાવ્યું, ૦૨ બાળકીનો આબાદ બચાવ..

રાદની મુખ્ય નર્મદા કેનાલમાં એક મહિલાએ પોતાના 4 સંતાનો સાથે ઝંપલાવ્યું છે. મહિલાએ અગમ્ય કારણોસર પોતાની 4 બાળકીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું છે. કેનાલમાં ડૂબવાથી મહિલા અને તેની બે બાળકીઓ સહિત 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે.

બે બાળકીઓને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધી છે. ત્રણ લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે.

પોતાની દીકરીઓ સાથે મોત વ્હાલુ કરનાર મહિલાનું નામ દિવાળીબેન પરમાર છે, જે ચોથારનેસડા ગામની રહેવાસી છે. મહિલાએ આવુ કેમ કર્યું તે હજી જાણી શકાયુ નથી. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો તથા ફાયર બ્રિગેડનો કાફલો પહોંચી ગયો હતો.

મહિલા અને બાળકીઓને કેનાલમાં શોધીને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ત્રણના મૃતદેહ બહાર કઢાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news