વૃદ્ધની હત્યામાં સજાતીય સંબંધ બન્યું કારણ , યુવકને સંબંધ બાંધવા કરતાં હતાં દબાણ

સાબરમતી (SABARMATI) સિનિયર સિટીઝન (SENIOR CITIZEN) હત્યા કેસમાં એક આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (CRIME BRANCH) ધરપકડ કરી છે. જેમાં મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. સજાતીય સંબંધોને (HOMOSEXUAL RELATIONSHIPS) કારણે યુવકે વૃદ્ધની ઠંડા કલેજે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

૧૫ દિવસમાં ત્રીજા સિનિયર સિટીઝનની હત્યા થતાં અમદાવાદ પોલીસ દોડતી થઈ હતી. તાજેતરમાં અમદાવાદનાં સાબરમતી વિસ્તારમાં ૧૬ નવેમ્બરનાં રોજ દેવેન્દ્ર રાવત નામનાં એક સિનિયર સિટીઝનની હત્યા કરવામાં આવી હતી.

અમદાવાદમાં વૃદ્ધોની વધતાં જતાં હત્યાનાં કેસ બાદ તેમની સુરક્ષા પર સવાલો ઉઠ્યાં હતાં. આ માટે ક્રાઈમ બ્રાંચ તાત્કાલિક આરોપીને પકડવા માટે ટીમ બનાવી હતી.ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ આરોપી હત્યારાને પકડી પાડયો છે.

પોલીસે વૃદ્ધની ગુમ બાઈક અંગે તપાસ કરી હતી. જે કુહા ગામમાં રહેતાં ૩૧ વર્ષીય ઉમંગ ઉર્ફ કનો જશવંત દરજી પાસેથી મળી આવી હતી. વધુ તપાસ હાથ ધરતાં સામે આવ્યું કે , ઉમંગે વૃદ્ન ની હત્યા સજાતીય સંબંધોને કારણે કરી મૃતક દેવેન્દ્ર રાવત ફેસબુક મારફત ઉમંગનાં સંપર્કમાં આવ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news