ખેડૂત આંદોલનની નવી રણનીતિ ,26 તારીખે કાળા ઝંડા લગાવશે

26 મેના રોજ કાળા ઝંડા લગાવાશે, આંદોલનના 6 મહિના અને મોદીના PM પદ પર 7 વર્ષ આ જ દિવસે પૂરા થાય છે,

નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ દિલ્હી બોર્ડર પર ડેરા-તંબૂ નાખ્યા છે અને આગામી સમયમાં ફરી મોટી સંખ્યા ભેગી કરવાનું પ્લાનિંગ છે. તેને ધ્યાનમાં રાખીને સંયુક્ત કિસાન સંઘના બલબીર સિંહ રાજેવાલે શનિવારે ચંદીગઢમાં મીડિયા સાથે વાત કરી છે.તેમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતો સાથે કોઈ વાતચીત નથી થઈ રહી. તેથી મોદી સરકારને અમારા તરફથી એક ચિઠ્ઠી લખવામાં આવી છે. તેમાં તેમણે ખેડૂતોની વાત સાંભળવા માટે ફરી વાતચીત શરૂ કરવા કહ્યું છે.

તેમણે કહ્યું છે કે, 26 મેના રોજ ખેડૂત આંદોલનને 6 મહિના પૂરા થઈ રહ્યા છે અને તે જ દિવસે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બને 7 વર્ષ થઈ રહ્યા છે. આ દિવસે ગામડા અને શહેરોમાં ખેડૂતો-મજૂરો તેમના ઘર, દુકાનો અને ઈન્ડસ્ટ્રી પર કાળા ઝંડા લગાવીને વિરોધ કરવાના છે.

મોદી સરકારે દેશની હાલત બગાડી ;  તેમણે કહ્યું કે, મોદી સરકારના કાર્યકાળમાં દેશની હાલત દયનીય થઈ ગઈ છે. ઈકોનોમી સતત ઘટી રહી છે. બેરોજગારી વધી રહી છે અને નાની ઈન્ડસ્ટ્રીઝ અને દુકાનદારો પરેશાન છે. 26 મેના રોજ બુદ્ધ પૂર્ણિમાના દિવસે બૌદ્ધ ધર્મના ગુરુઓને બોલાવ્યા છે, જેથી તેઓ સ્ટેજ પર આવીને ખેડૂતો સાથે ધર્મની વાત કરી શકે.

લોકોને ગેરમાર્ગે દોરી રહી છે સરકાર;
તેમણે કહ્યું કે, થોડા દિવસ પહેલાં હરિયાણા સરકારે આંદોલન દરમિયાન ડાયાહિટીઝના દર્દીઓના મોત થતાં પોસ્ટમોર્ટમ કર્યા પછી તેમના કોરોનાથી મોત થયા હોવાનું જણાવી દીધું. જો ખેડૂતોના મોત કોરોનાથી થયા હોય તો તેમનું પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવ્યું. હરિયાણા સરકાર લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહી છે.

UP-ઉત્તરાખંડમાં અભિયાન ચલાવશે ખેડૂતો;
ખેડૂત નેતાઓએ જણાવ્યું કે, ખેડૂતો તરફથી જે રીતે પશ્ચિમ બંગાળ જઈને કમ્પ કરીને ભાજપની હારમાં મુખ્ય ભૂમિકા નીભાવી હતી તે રીતે હવે ખેડૂતો યુપી અને ઉત્તરાખંડમાં પણ અભિયાન ચલાવશે. તેમણે કહ્યું કે, સરકારે ત્રણેય કૃષિ કાયદા પરત લેવા માટે કામ કરવું જોઈએ. જેથી દેશના ખેડૂતો તેમનું જીવન શાંતિથી જીવી શકે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.