અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘ભમ’નું પોસ્ટર લૉન્ચ કરાયું, એપિક મ્યુઝિકલ લવ સ્ટોરી દર્શાવતી આ ફિલ્મમાં સંજય પ્રજાપતિ અને પ્રિયલ ભટ્ટ મુખ્ય ભૂમિકાઓમાં છે

ડ્રામા કોમેડી ફિલ્મના ડાયરેક્ટર સતીષ ડાવરા છે અને ઘનશ્યામ તળાવીયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મના કો- પ્રોડ્યુસર્સ અતુલ તળાવીયા અને જેનીશ તળાવીયા છે. મારુતિ એન્ટરપ્રાઇઝ દ્વારા આ ફિલ્મનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે.

News Detail

વર્તમાન સમયમાં મેકર્સ વિવિધ વિષયો પર ગુજરાતી ફિલ્મો બનાવી રહ્યાં છે. અને આ તમામ ફિલ્મો કોઈ ને કોઈ મેસેજ આપે છે. ઉપરાંત, આજે ગુજરાતી ફિલ્મો ગુજરાતી સંસ્કૃતિને અને તેની ભવ્યતાને દર્શકો સુધી પહોંચાડવામાં સફળ બની રહી છે. આવા જ એક અનોખા વિષય પર બનેલ ફિલ્મ “ભમ” ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં જ આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. એપિક મ્યુઝિકલ લવ સ્ટોરી દર્શાવતી આ ફિલ્મમાં સંજય પ્રજાપતિ અને પ્રિયલ ભટ્ટ મુખ્ય ભૂમિકાઓમાં છે.

આ ડ્રામા કોમેડી ફિલ્મના ડાયરેક્ટર સતીષ ડાવરા છે અને ઘનશ્યામ તળાવીયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મના કો- પ્રોડ્યુસર્સ અતુલ તળાવીયા અને જેનીશ તળાવીયા છે. મારુતિ એન્ટરપ્રાઇઝ દ્વારા આ ફિલ્મનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. આ ફિલ્મની વાર્તા, સ્ક્રીનપ્લે તથા ડાયલોગ સંજય પ્રજાપતિ દ્વારા લિખિત છે. સંજય પ્રજાપતિ અને પ્રિયલ ભટ્ટ ઉપરાંત આ ફિલ્મમાં આકાશ મહેરિયા, ચૈતન્ય ચૌધરી તથા વિવેક ઘમંડે પણ મહત્વની ભૂમિકાઓ ભજવતાં નજરે પડશે. સંજય પ્રજાપતિ પકો ની ભૂમિકામાં તથા પ્રિયલ ભટ્ટ શ્રીની ભૂમિકા ભજવશે. પ્રિયલ ભટ્ટ તથા વિવેક ઘમંડે આ ફિલ્મ દ્વારા ડેબ્યૂ કરી રહ્યાં છે. “ભમ” ફિલ્મમાં મ્યુઝિક પાર્થ કે. વ્યાસ દ્વારા આપવામાં આવ્યું છે અને લિરિક્સ સંજય પ્રજાપતિ તથા નીરજ પ્રવીણ ખેર દ્વારા લિખિત છે. ઉમેશ બારોટ, વિધિ ઉપાધ્યાય અને શિવમ કટોચ વગેરે સિંગર્સ એ પોતાનો મધુર અવાજ આપીને આ ગીતોને સુંદર રીતે રજૂ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.