આદિપુરષ ફિલ્મના સમર્થનમાં આવ્યા ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના નિર્માતા.

પ્રભાસની ફિલ્મ આદિપુરુષ આ મહિને રિલીઝ થવા જઈ રહી છે. ફેન્સ આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે. પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘આદિપુરુષ’ને ‘કાર્તિકેય 2’ અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના નિર્માતાઓ તરફથી પ્રી-રીલીઝ ભેટ મળી છે. હકીકતમાં નિર્માતાએ ‘આદિપુરુષ’ની 10 હજાર ટિકિટ ખરીદી છે અને શ્રી રામના નામે દાન કરવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મનું નિર્દેશન તાન્હાજી એટલે કે ઓમ રાઉતે કર્યું છે.

કાર્તિકેય 2 નિર્માણ કરનાર અભિષેક અગ્રવાલે બુધવારે જાહેરાત કરી કે તે પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ની 10,000 ટિકિટોનું દાન કરેશે. તેણે ટ્વિટર પર આ બાબતે પોસ્ટ પણ કરી છે. તેમણે કહ્યું કે, આદિપુરુષની ઉજવણી કરવાનો સમય છે. શ્રી રામ પ્રત્યેની મારી ભક્તિ અને શ્રદ્ધાને કારણે મેં આદિપુરુષ માટે દસ હજાર ટિકિટ ખરીદવાનું નક્કી કર્યું છે અને તેને તેલંગાણામાં સરકારી શાળાઓ, અનાથાશ્રમો અને વૃદ્ધાશ્રમમાં દાનમાં આપવાનું નક્કી કર્યું છે. જો તમે ટિકિટ મેળવવા માંગતા હો, તો કૃપા કરીને નીચે આપેલ ફોર્મ ભરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.