કોરોનાની મહામારીમાં ડોલોનું વેચાણ એટલું વધ્યું કે,ડોલોથી મોટો પહાડ બની જાય

  શરદી અને તાવ માટે પેરાસીટામોલ યુક્ત ડોલો નામની દવાનું વેચાણ છેલ્લા બે વર્ષના સમયમાં ખૂબ જ વધ્યું છે. આ દવાનું વેચાણ વધ્યું છે કે, તે દવાની 350 કરોડ ગોળીઓને એક જ સીધી લાઈનમાં એક પર એક મૂકવામાં આવે તો તે માઉન્ટ એવરેસ્ટ કરતા 6000 ગણી ઉંચી અને દુનિયાની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફા કરતા 63000 ગણી ઉંચી લાઈન થાય.

  એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ભારતમાં 2019માં કોરોનાની મહામારીની પહેલી લહેરમાં ડોલો નામની દવાના 7.5 કરોડ પત્તા વેચાયા હતા. પણ 2019ની તુલનામાં 2021માં આ દવાનું વેચાણ ડબલ થઇ ગયું. કંપનીએ એક વર્ષના સમયમાં 14.5 કરોડ પત્તાનું વેચાણ કર્યું. એટલે કે 217 કરોડ ગોળીઓનું વેચાણ થયું. ભારતમાં સપ્ટેમ્બર 2020માં કોરોનાની પહેલી લહેરની ઝપેટમાં આવ્યું હતું. ત્યારબાદ 2021માં કોરોનાની બીજી લહેર આવી અને આ લહેર ખૂબ જ ભયાનક હતી. કોરોનાની બીજી લહેર દરમિયાન સરવાર દરમિયાન ઘણા લોકોના મોત થાય છે અને બીજી લહેરમાં ભારતમાં કોરોનાના 3.5 કરોડ કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે 350 કરોડ ડોલોની ગોળીઓનું વેચાણ થયું છે.

  હવે ડોલો ભારતમાં તાવની દવામાં સૌથી વધુ વેચાણ મામલે બીજા સ્થાન પર છે. આ કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર 307 કરોડ રૂપિયા છે. પણ કૈલફોલ કંપની થોડી જ ઉપર છે. તે કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર 310 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત ભારતમાં ખૂબ ચર્ચિત તેવી ક્રોસીનનું વેચાણ છઠ્ઠા સ્થાન પર છે. તેનું વેચાણ 23.6 કરોડ રૂપિયા છે અને તમને એવું પણ જણાવી દઈએ કે ડોલો-650 સૌથી વધારે વેચાણ થનારી દવા છે પણ તેની સાથે ગુગલ પર સૌથી વધારે સર્ચ થનાર કીવર્ડ પણ છે. જાન્યુઆરી 2020 સુધી આ કીવર્ડને 2 લાખ વખત સર્ચ કરવામાં આવ્યું હતું અને તેની તુલનામાં કૈલફોલને માત્ર 40000 વખત સર્ચ કરવામાં આવ્યું હતું.

  મહત્ત્વની વાત છે કે, પેરાસીટામોલ એક સામાન્ય દવા છે. તે દુખાવો અને શરીરનું તાપમાન ઓછું કરવા માટે કામ કરે છે.અને આ દવા 1960માં માર્કેટમાં વેચાણ માટે આવી હતી. ક્રોસીન, ડોલો, કૈલફોલ આ બધી ખૂબ જ ચર્ચિત બ્રાંડ છે તે પેરાસીટામોલના નામ પર ઓળખાય છે. તમે સોશિયલ મીડિયા પર એક નજર કરો તો ડોલોના મીમની સુનામી જોવા મળી રહી છે. તેનાથી જ જાણવા મળે છે કે ભારતમાં માથાનો દુખાવો, દાંતનો દુખાવો, કોરોનાનો તાવ અને શરીરનો દુખાવો હોય તો તેનો આ તમામ પ્રકારની બીમારીનો એક જ ઈલાજ છે તે છે ડોલો.

  ડોલોની પ્રસિદ્ધિને લઇને મહારાષ્ટ્રના મહાત્મા ગાંધી ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સના મેડીકલ પ્રોફેસર ડૉક્ટર એસ.પી. કાલાંત્રીનું માનવું છે કે, ઘણી વાતોનો એક સાથે યોગ હોઈ શકે છે. જેમાં સારી માર્કેટિંગ, સોશિયલ મીડિયા અને સારી કિસ્મત પણ સામેલ છે અને લગભગ તમામ પેરાસીટામોલ એક સરખું જ કામ કરે છે.

  લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

  તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.