રસી મુકાવનારા વાલીને કુલ ફીમા ૫ ટકા માફી માફી આપશે અમદાવાદની આ સ્કૂલ.

ઉદગમ સ્કૂલ દ્વારા રસીકરણને વેગ આપવા અને બને તેટલી જલ્દી રેગ્યુલર સ્કૂલો શરૃ થાય તે માટે તમામ વાલીઓ જો રસી મુકાવશે તે સામૂહિકપણે કુલ ફીમાં ૫ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામા આવી છે. ઉદગમ સ્કૂલ ઉપરાંત ઝેબર સ્કૂલની અને અન્ય બે સ્કૂલો સાથે કુલ ગ્રુપની ચારેય સ્કૂલના તમામ વિદ્યાર્થીઓના વાલીઓ માટે ૫ ટકા ફી માફીનો નિર્ણય કરવામા આવ્યો છે.

તમામ બાળકોના માતા-પિતા બંનેએ બંને ડોઝની રસી મુકાવવી પડશે ;
જે મુજબ દરેક વર્ગના તમામ વિદ્યાર્થીઓના માતા-પિતા બંનેએ ૩૧ ઓક્ટોબર સુધીમાં રસીના બંને ડોઝ લઈ લેવા પડશે તો જ ૫ ટકા ફી માફી આપવામા આવશે. ઉદગમ સ્કૂલ દ્વારા ઝેબર સ્કૂલ પણ ચલાવવામા આવે છે ત્યારે પ્રિ સ્કૂલ સાથે કુલ ચાર સ્કૂલના ૪ હજારથી વધુ બાળકો છે અને જેના વાલીઓને જો ૫ ટકા ફી માફી આપવાની થાય તો સ્કૂલને કરોડો રૃપિયા ફી માફી આપવી પડે .પરંતુ સ્કૂલે તમામ બાળકોના કોરોનાથી સુરક્ષિત રહે અને સ્કૂલ કોરોના મુક્ત વાતાવરણમા ચાલી શકે તે માટે તમામ બાળકોના વાલીઓ રસી ફરજીયાત મુકાવે તેવી શરત પણ રાખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news