સુપરહિટ ફિલ્મ મિ. ઈન્ડિયાની સિક્વલ બનશે આ ડિરેકટરે કરી જાહેરાત

બોલીવૂડની સૌથી લોકપ્રિય અને સુપરહિટ ફિલ્મોમાંની એક મી. ઈન્ડિયાનો બીજો ભાગ મોટા પડદે આવશે અને ફિલ્મ નિર્માતા બોની કપૂરે ખુદ આ જાહેરાત કરી છે અને બોની કપૂરના જણાવ્યા અનુસાર તેમને ‘નો એન્ટ્રી’, ‘વોન્ટેડ’ તથા ‘મિ. ઈન્ડિયા’ની સિકવલ બનાવવાની તથા ‘હમ પાંચ’ જેવી ફિલ્મોની રિમેક બનાવવાની ડિમાન્ડ મળી છે. તેમાંથી ‘મિ. ઈન્ડિયા’ તો હું સો ટકા બનાવી રહ્યો છું.

બોનીએ એ પણ કન્ફર્મ કર્યું હતું કે તેઓ આજકાલ માં જ ‘મિ. ઈન્ડિયા’ના બીજા ભાગ પર કામ શરુ કરી દેશે. અનિલ કપૂરની ‘મિ. ઈન્ડિયા’ ૧૯૮૭માં રિલીઝ થઈ હતી અને તે અનિલ કપૂર તથા શ્રીદેવી બંનેની કારકિર્દીની સીમાચિહ્ન રુપ ફિલ્મ મનાય છે. તે વખતની ટેકનોલોજી પ્રમાણે મિ. ઈન્ડિયા તરીકે અનિલ કપૂરને ફિલ્મમાં અદૃશ્ય થઈ જતો બતાવાયો છે અને ફિલ્મમેકર્સને લાગે છે કે આજના જમાનાની ટેકનોલોજી પ્રમાણે આ વિષયને વધુ બહેતર અને જટિલ રીતે રજૂ કરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.