ગ્રામજનોની દદઁનાક દાસ્તાન.. તૂટેલું ધર,ચોમેર પાણી, નેતાઓ ડોકાયા પણ નથી..

લોધિકા પંથકમાં ધોધમાર ૨૦ ઈંચ વરસાદથી આસપાસના ગામડાંમાં લોકોએ મહામુસીબતે જીવી રહ્યાં છે. આજે વરસાદ ઓહિયો પરંતુ તેમનુઓ બધું જ તણાઈ ગયું છે. મોટાભાગનાં વિસ્તારોમાં ગ્રામજનોએ સવારથી અન્નનો દાણો મોઢામાં નાખ્યો પણ નથી. તેમના મકાનોમમાં રહેલું અનાજ અને ખેતરોમાં ઉભેલો પાક ધોવાઈ ગયો છે.

ગણતરીની કલાકોમાં બધું જ બબાઁદ થઈ ગયું છે. એક ગ્રામજન કહે છે કે અમારો ચૂલો પ્રગટાવવા જેવું કાંઈ બચ્યું નથી. અહીં મહિલાનાં આંખમાં આંસું ધસી આવે છે. આ સ્થિતિ સૌરાષ્ટ્રના અનેક ગામોની છે જે ભૌગોલિક રીતે તો વિખૂટા પડી ગયાં છે પરંતુ નેતાઓએ સંવેદનાનો નાતો પણ તેનાથી તોડી નાખ્યો હોય તેવું લાગે છે.

ખીમરાણાનાં લોકો કહે છે કે સરકાર છે એવું કશું જ અમને લાગતું નથી. અમે નિરાધાર છીએ. ખીમરાણા નાં લોકો કહે છે કે નદીનાં પૂર મકાનોમાં ધુસી ગયાં બાદ વેરણ છેરણ કાટમાળ કાંટા, જાળ ઝાંખરા દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news