કાર્તિક- કિયારાની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું ટ્રેલર થયું રિલીઝ…

કાર્તિક આર્યનની ફિલ્મ સત્યપ્રેમ કી કથાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ રોમેન્ટિક અને કોમેડી ફિલ્મમાં કાર્તિક અને કિયારાની જોડી દિલને ગમે તેવી છે. ફિલ્મના ટ્રેલરમાં કાર્તિક એવા રોલમાં નજર આવી રહ્યો છે જેને લગ્ન કરવા માટે છોકરી નથી મળતી. અને તેને કિયારા મળે છે. જોકે ટ્રેલરમાં કિયારા કોઈ બીજા સાથે લગ્ન કરતી જોવા મળી રહી છે. ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મ ખૂબજ એન્ટરટેનિંગ છે.

સત્યપ્રેમ કી કથા કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ છે. આ ફિલ્મની સાથે બંનેની જોડી બીજી વખત મોટા પડદા પર આવશે. આ અગાઉ ‘ભૂલ ભૂલૈયા 2’માં બંનેની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ટ્રેલરની શરૂઆતમાં કાર્તિક આર્યન કિયારા અડવાણી સાથે ફ્લર્ટ કરતો નજર આવે છે. બીજી બાજૂ બીજા સીનમાં તે એક એવા છોકરાના રૂપમાં નજર આવે છે જે ઘરનું બધુ કામ કરે છે પરંતુ લગ્ન માટે તેને છોકરી નથી મળતી. જ્યારે ત્રીજા સીનમાં ફિલ્મ કોમેડીથી ભરેલ નજર આવી રહી છે તો ટ્રેલરના ચોથા ભાગમાં એક્શન જોવા મળે છે. આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ જોરદાર છે. ફિલ્મ જોઈને લાગે છે કે તે ખૂબ જ રસપ્રદ બની રહેશે.

ફિલ્મની રિલીઝ તારીખની વાત કરીએ તો આ ફિલ્મ 29 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન સમીર વિધ્વાંસે કર્યું છે. ફિલ્મમાં કાર્તિક અને કિયારા સાથે ગજરાજ રાવ અને સુપ્રિયા પાઠક જેવા સ્ટાર્સ પણ લીડ રોલમાં નજર આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.