ફોટો ફ્રેમ લેવા ગયેલ યુવતી ને થયો કડવો અનુભવ.. આપને પણ થઈ શકે છે આવો અનુભવ.. શું થયું તે..

અમદાવાદની યુવતીને એક કડવો અનુભવ થયો છે. શહેરનાં દાણીલીમડા વિસ્તારમાં રહેતી યુવતી સ્ટુડિયોમાં ફ્રેમ લેવા ગઈ અને માલિકે યુવતીનો નંબર મેળવી સંપર્ક કરી ઓનલાઈન રૂપિયા મેળવ્યાં હતાં.

ત્યાર બાદ આ યુવક પાસે યુવતીએ ફ્રેમ માંગી તો યુવકે ન્યૂડ ફોટા યુવતીને મોકલતાં. પહેલાં તો યુવતી આ ફોટા જોઈને ગભરાઈ ગઈ અને તેણે આ મામલો પરિવારને જાણ કરી.

પરિવારે તાત્કાલીક ધોરણે પોલીસ ફરિયાદ નોંધાવી . પોલીસે સાઇબર ક્રાઇમ પાસે મોકલ્યા .જેના આધારે સાઈબર ક્રાઈમે ગુનો નોંધ્યો હતો.

સાયબર ક્રાઇમબ્રાંચ દ્વારા આ મુદ્દે તપાસ ચાલુ કરવામાં આવી હતી. યુવતીને જે નંબર પરથી તસવીર આવી હતી તે નંબરના આધારે તપાસ કરી હતી.

જેના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપી હનીફ શેખની ધરપકડ કરી છે. ગુનામાં વપરાયેલ મોબાઈલ કબ્જે કર્યો છે. ઉપરાંત આરોપીએ અન્ય કોઈ યુવતીઓ સાથે આવું બિભસ્ત વર્તન કર્યું છે કે કેમ તે જાણવા તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.