દેશના યુવાધન જીવનને કરી રહ્યું છે બરબાદ’, લિવ-ઇન રિલેશનશિપ મામલે ઇલાહાબાદ હાઈકોર્ટ ગંભીર

ઇલાહાબાદ હાઈકોર્ટે કહ્યું કે ‘પશ્ચિમી સંસ્કૃતિને આંધળી રીતે અનુસરીને દેશનો યુવા વર્ગ મુક્ત સંબંધોને પ્રાધાન્ય આપવાની આ લાલચમાં પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે અને આ કારણે તેઓ યોગ્ય જીવનસાથી શોધી શકતા નથી. ‘ કોર્ટે આગળ કહ્યું હતું કે, ‘આ દેશના યુવાનો સોશિયલ મીડિયા, ફિલ્મો, ટીવી સિરિયલો અને વેબ સિરીઝના પ્રભાવ હેઠળ તેમના જીવનનો સાચો માર્ગ વિશે નિર્ણય નથી લઈ રહ્યા તેમજ યોગ્ય જીવનસાથીની શોધમાં ઘણીવાર ખોટા જીવનસાથીની પસંદગી કરી લે છે. ‘

કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા, ફિલ્મો વગેરે દર્શાવે છે કે જીવનસાથીને દગો આપવો એ સામાન્ય છે અને આ વિચાર એમની કલ્પનાને વેગ આપે છે. આવું બધુ જોઇને તેઓ તે જ પ્રયોગ રિયલ લાઈફમાં કરવાનું શરૂ કરે છે, પરંતુ તે ખોટું છે.’

જણાવી દઈએ કે કોર્ટે આ ટિપ્પણી એક યુવતીને આત્મહત્યા માટે કથિત રીતે ઉશ્કેરવાના આરોપમાં જય ગોવિંદ ઉર્ફે રામજી યાદવની જામીન અરજી સ્વીકારતી વખતે કરી હતી. કોર્ટે કહ્યું હતું કે યુવકો ક્યારેક સમાજ તો ક્યારેક તેમના જ માતા-પિતા અને ક્યારેક તેમની પસંદગીના જીવનસાથી વિરુદ્ધ પણ ખરાબ વ્યવહાર કરે છે અને તેમને પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી મળતો, જેના કારણે તેઓ આ પ્રકારના સંબંધોમાં ફસાઈ જાય છે. ભારતીય પરંપરાઓમાં આવા સંબંધો સ્વીકારવામાં આવતા નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.