ભારતમાં લોન્ચ થશે Hyundai ની આ કાર જુઓ લૂક, ફીચર અને કિંમત…..

જાણીતી ઓટો કંપની હ્યુન્ડાઈ મોટર્સ આવનારા દિવસોમાં ભારતમાં I સિરીઝનો વિસ્તાર કરવા માટે જઈ રહી છે. નવા વર્ષે કંપની i30 ભારતીય ઓટો માર્કેટમાં મૂકી શકે છે. I10 અને i20 ની સફળતા બાદ કંપની આ કાર લાવી રહી છે.

જેમાં બેસ્ટ લુક અને વધુ એડવાન્સ ફીચર્સ હશે. આ નવી કાર હેચબેક કેટેગરીમાં હોય શકે છે. આ અંગે કેટલીક માહિતી કંપનીની વેબ સાઈટ પર આપવામાં આવી છે. જ્યાં લુક અને ફીચર્સ અંગે પણ ચોખવટ કરવામાં આવી છે. કંપનીની આવનારી કાર પૈકી એક છે i30. ભારતમાં ક્યારે આવશે એની કોઈ ચોક્કસ તારીખ અપાઈ નથી. પણ કંપની આવતા વર્ષે કેટલીક ઈ કાર માર્કેટમાં લાવી શકે છે.

જેમાં ક્રેટ ફેસલિફ્ટ, વેન્યુ ફેસલિફ્ટ, ટુસો, કેસ્પર અને કોના જેવી કારનો સમાવેશ થાય છે. I30 ની ડીઝાઈન વધુ બોલ્ડ અને સેફ્ટી ફીચર્સ સાથે આવશે. શાનદાર કનેક્ટટીવિટી અને હાયર એફિસિયાંસી સાથે આવશે. 48V માઇલ્ડ વર્ઝન જોવા મળશે. આ હેચબેક સેગમેન્ટની સૌથી બેસ્ટ કાર છે. આ કારની લંબાઈ શાનદાર હશે અનેં ફ્રન્ટ રેર લુક પણ બેસ્ટ હશે. એવું અત્યારે એની વેબ સાઈટ પરથી કહી શકાય છે. ગ્રીલ, હેડલેમ્પ, ટેલ લેમ્પ અને વધુ પહોળા ટાયર સાથે માર્કેટમાં આવશે. આ સાથે નવા નવા કલર્સ માં પણ એ જોવા મળશે. એટલે ગ્રાહકોને કલર્સ ની ચોઇસ પણ મળી રહેશે અને તાજેતરમાં કંપની એ i20 માં કેટલાક ફેરફાર કર્યા હતા.

એન્ડ્રોઇડ ઓટો, એપલ કાર ફીચર્સ સપોર્ટ અને બ્લુ લિંક ઓપ્શન હશે. 10 ઇંચની ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ સાથે ટચ ડીસપ્લે જોવા મળશે. આ સિવાય ડ્રાઈવર આસી. સિસ્ટમ પણ હશે. સુરક્ષા માટે ખાસ ધ્યાન રખાયું છે. આ ફિર્ચર્સ ભારતમાં મોંઘી ગણાતી કારમાં જોવા મળે છે. એવી પણ આશા છે કે, આનું એન લાઈન વર્ઝન પણ માર્કેટમાં આવશે. કિંમતની વાત કરવામાં આવે તો આ કારની કિંમત રૂ.10 લાખથી વધુ હોય શકે છે. વેબ સાઈટ અનુસાર આ કંપનીની સૌથી લેટેસ્ટ કાર હોય શકે છે. જોકે, કંપની એ આ સાથે કોઈ મોડેલ સીરીઝ જણાવી નથી. નવા વર્ષે કાર લેવાનુ પ્લાનિંગ હોય તો આ બેસ્ટ કાર સાબિત થશે. જોકે દેશમાં અનેક ડીલર સુધી ક્યારે આવશે એની કોઈ ચોખવટ કરવામાં આવી નથી..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.