સુરતનો આ ઉધોગ બીજી વેવમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો…

મંદીના કારણે રત્નકલાકારોને પણ છૂટા કરવાની નોબત આવી રહી હતી. જો કે જેમ-જેમ પરિસ્થિતિ સુધારો જોવા મળી રહે છે, ત્યાર બાદ ડાયમંડ ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથોસાથ રત્ન કલાકારો પાસેથી ઓવર ટાઈમ પણ કરાવવામાં આવી રહ્યો છે.

કોરોનાની પહેલી લહેરમાં ડાયમંડ, કાપડ સહિતના તમામ ઉદ્યોગોમાં મદીનું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ખાસ કરીને ડાયમંડ ઉદ્યોગની તો વાત કરીએ તો રત્નકલાકારોને છૂટા કરવાની નોબત આવી રહી છે. જોકે ત્યારબાદ જેમ જેમ સમય આગળ વધતો ગયો પરિસ્થિતિમાં સુધારો પણ આવ્યો હતો. એક તબક્કે તો ડાયમંડ ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં ચીન અને અમેરિકા વચ્ચે જે રીતે ટ્રેડ વોર ચાલી રહ્યો છે. જેને કારણે ભારતમાં ડાયમંડની માંગ વધી છે.

ખાસ કરીને ડિસેમ્બરમાં ક્રિસમસનો તહેવાર હોય છે. જેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. હાલ તમામ હીરા કારખાના દ્વારા રત્ન કલાકારો પાસેથી ઓવરટાઈમ કરાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તેમની રવિવારની રજા પણ કેન્સલ કરી દેવામાં આવી છે. જે રીતે હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે, ત્યારે હીરા ઉદ્યોગકારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news