ઉત્તરપ્રદેશના આ વ્યક્તિ પાસે એટલી રોકડ છે કે તે દેશના લગભગ 12355 લોકોની કમાણી છે આ રૂપિયા પહોંચી અહીં પહોંચી જશે જાણો..

  ઉત્તરપ્રદેશમાં માત્ર એક જ વ્યક્તિ પાસે એટલી રોકડ છે કે તે દેશના લગભગ 12355 લોકોની કમાણી છે. આ વ્યક્તિ છે પરફ્યુમ બિઝનેસમેન પિયૂષ જૈન જેના પર ઈન્કમટેક્સના દરોડા પિયૂષ જૈન છે. અહેવાલ છે કે અત્યાર સુધીમાં લગભગ 177 કરોડ રૂપિયા મળ્યા છે. આવકવેરા વિભાગને નોટોના બંડલોથી ભરેલું કબાટ પણ મળી આવ્યું હોવાના અહેવાલ છે. એટલું જ નહીં તેમના ઘરમાં ભોંયરું હોવાના અહેવાલો પણ છે અને શક્ય છે કે ત્યાંથી પણ બીજા પૈસા મળી શકે છે.

  હવે તમે વિચારી રહ્યા હશો કે પિયૂષ જૈનના ત્યાં મળેલી રકમમાંથી 12355 લોકોની કમાણી કઇ રીતે થઇ શકે છે? આમ દેશની માથાદીઠ આવકના આધાર પર કહી શકાય છે. હકીકતમાં તાજા આંકડા પ્રમાણે 2020ની સાલમાં ભારતમાં માથાદીઠ કમાણી 1900 ડોલરથી વધુ નોંધવામાં આવી હતી, જો કે તે 2000 ડોલરથી ઓછી છે. તાજેતરમાં જ વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ અંગે કહ્યું હતું કે ભારતમાં માથાદીઠ આવક 2,000થી ઓછી છે. હવે જો આપણે ભારતમાં માથાદીઠ આવકને 1900 ડોલર માનીને ચાલીએ તો તો ભારતીય ચલણમાં 143250.50 રૂપિયા બેસે છે. હવે રૂ.177 કરોડને 143250.50 વડે ભાગીએ તો અંદાજે 12355 આવે છે. એટલે કે રૂ.177 કરોડ રૂપિયા માથાદીઠ આવકના હિસાબથી ભારતમાં 12355 લોકોની આવક થઇ.

  પિયૂષ જૈન પર ઈન્કમટેક્સના દરોડાને યુપી ચૂંટણી સાથે પણ જોડવામાં આવે છે અને કહેવામાં આવી રહ્યું છે કે પીયૂષ જૈન સપાના અખિલેશ યાદવની નજીક છે. ગુરુવારે આવકવેરા વિભાગની ટીમે પીયૂષ જૈનના મુંબઈ, કન્નૌજ, ગુજરાત અને કાનપુરના સ્થળો પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે પિયુષ જૈનની ફેક્ટરી, ઓફિસ, કોલ્ડ સ્ટોર અને પેટ્રોલ પંપ પર દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન કરોડોની કરચોરી બહાર આવી હતી. પિયુષ જૈન પર આવકવેરા વિભાગના દરોડામાં જપ્ત થયેલી રકમ આરબીઆઈને સોંપવામાં આવશે.T

  કન્નૌજમાં પિયુષ જૈનના ઘરેથી 4 કરોડ રોકડા અને એક કરોડના ઘરેણાં મળી આવ્યા છે, જ્યારે કાનપુરના ઘરમાંથી 177 કરોડ રૂપિયા મળી આવ્યા છે. કાનપુરમાં દરોડા પછી પહેલા કન્સાઈનમેન્ટમાં 13 બોક્સમાં પૈસા રાખવામાં આવ્યા હતા, જ્યારે બીજા કન્સાઈનમેન્ટમાં 17 બોક્સમાં રાખીને આખી રકમ રિઝર્વ બેંકમાં જમા કરાવવામાં આવી રહી છે. આઈટી વિભાગના દરોડા દરમિયાન પીયૂષ જૈનના આનંદપુરી, જુહી, કાનપુરમાંના સ્થળેથી એટલી બધી રકમ મળી છે કે છેલ્લા 24 કલાકથી નોટોની ગણતરી ચાલી રહી છે. પૈસાની ગણતરી માટે ગુરુવારે 6 મશીન આવ્યા હતા બાદમાં વધુ બે મશીનો લાવવામાં આવ્યા હતા.

  પિયુષ જૈનનું મૂળ રહેઠાણ કન્નૌજના છપટ્ટી વિસ્તારમાં હોળી ચોક છે. તે ભારતના સૌથી મોટા પરફ્યુમર્સમાંના એક છે. તેમના પરફ્યુમની નિકાસ પણ થાય છે. કાનપુર અને મુંબઈમાં પિયુષના પરિવારના ઘણા લોકો રહે છે અને ઓફિસ પણ છે. કાનપુર અને કન્નૌજમાં પરફ્યુમના વેપારી પીયૂષ જૈનના ઘર સિવાય કન્નૌજમાં પરફ્યુમની ફેક્ટરીઓ, કોલ્ડ સ્ટોર, પેટ્રોલ પંપ છે. મુંબઈમાં પિયુષનું ઘર, હેડ ઓફિસ અને શોરૂમ પણ છે. જૈનની કંપનીઓ પણ મુંબઈમાં નોંધાયેલી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પિયુષ જૈન લગભગ 40 કંપનીઓના માલિક છે, જેમાંથી બે મિડલ ઇસ્ટમાં છે. જૈનના મુંબઈના શોરૂમથી પરફ્યુમ દેશ-વિદેશમાં વેચાય છ

  ઇનકમ ટેક્સના કાયદાની કલમ 132ની અંતર્ગત આવે છે

  ઇનકમ ટેક્સ રેડ કાયદાની કલમ 132ના અંતર્ગત આવતી હોય છે. અંતર્ગત અધિકારી કોઇ વ્યક્તિના બિઝનેસ કે ઘર ગમે ત્યાં દરોડા પાડી શકે છે. દરોડા કોઇપણ સમયે પડી શકે છે અને ગમે તેટલા સમય સુધી ચાલી શકે છે. એટલું જ નહીં જો કોઇ ગડબડી જોવા મળે તો તે જપ્ત પણ થઇ શકે છે. આખા પરિસરમાં હાજર કોઇપણ વ્યક્તિની તપાસ થઇ શકે છે જેમાં પોલીસની પણ મદદ લેવામાં આવે છે. દરોડા દરમ્યાન અધિકારી માહિતી બહાર નીકાળવા માટે તાળા સુદ્ધાં તોડી શકે છે.

  લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

  તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.