ભાવનગરના આ કથાકારે MP માં જઈને 3 હજાર મહિલાને છેતરી,થઈ પોલીસે કરી ધરપકડ….

ગુજરાતના ભાવનગર ના કથાકાર પંડિત પ્રભુ મહારાજ ઉર્ફે અજિતસિંહ ચૌહાણે ફેબ્રુઆરી 2021માં ઈન્દોરના સૂર્યદેવ નગરમાં કથાનું આયોજન કર્યું હતું

ઇન્દોરની 3 હજાર મહિલાઓ સાથે ભાવનગર જિલ્લાના કથાકારે છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે તપાસ કરી હતી અને કથાકાર અત્યારે જેલની હવા ખાઈ રહ્યા છે અને આ ઘટના સામે આવતા અનેક શ્રધ્ધાળુઓના હોશ ઉડી ગયા છે. આ મામલે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઈન્દોરની દ્વારકાપુરી પોલીસે શહેરની 3,000થી વધુ મહિલાઓને છેતરનાર ગઠિયાની ધરપકડ કરી છે અને તેણે કથાના નામે 40 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. કથાકાર સામે મહિલાઓએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા કથાકારની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પૂછપરછમાં ઘણા ખુલાસા થવાની સંભાવના છે

આ બનાવની વિગતો મુજબ ઈન્દોરના દ્વારકાપુરી પોલીસે કથા કહેવાના નામે મહિલાઓ સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરી ભાગી જનાર કથાકારની ધરપકડ કરી હતી અને કથાકારનું નામ પ્રભુ મહારાજ ઉર્ફે અજીતસિંહ ચૌહાણ છે. તે ભાવનગર જિલ્લાના પોટાડા ગામનો રહેવાસી છે.

પ્રભુ મહારાજ ઉર્ફે અજિતસિંહ ચૌહાણે ફેબ્રુઆરી 2021માં ઈન્દોરના સૂર્યદેવ નગરમાં કથાનું આયોજન કર્યું હતું. તેમાં તેણે જાહેરાત કરી હતી કે, ટૂંક સમયમાં જ હરિદ્વારમાં તેની બીજી કથા હશે અને આ દરમિયાન હજારો મહિલાઓએ પંડિતજી પાસે 1000થી 5000ની રકમ જમા કરાવી હતી અને મહિલાઓએ કથામાં જવા માટે ભાડુ અને ત્યાં રહેવાના પૈસા પણ ચૂકવ્યા હતા. આ રીતે કથાકાર પાસે કુલ 40 લાખ રૂપિયા એકઠા થયા હતા.

કથાકાર કથા કરે તે પહેલા કોરોના ફેલાઈ ગયો હતો અને લોકડાઉન લાદી દેવાયું હતું. તેથી કથા થઈ નહોતી. ત્યારે મહિલાઓએ પ્રભુ મહારાજ પાસે પોતાના પૈસા પરત માંગ્યા હતા. પણ કથાકાર પૈસા આપવામાં આનાકાની કરવા લાગ્યા હતા અને ત્યારબાદ મહિલાઓએ પોલીસનો આશરો લીધો હતો. મહિલાઓએ ફરિયાદ કરી તો પોલીસે તપાસ કરતાં ગુજરાતમાં કથાકાર મળી આવ્યા હતા અને તેમના કબજામાંથી લાખો રૂપિયા પણ મળી આવ્યા હતા. આ મામલે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.