બાઘાનો રોલ પ્લે કરનાર તન્મય એક્ટિંગ પહેલાં કરતો હતો આ કામ,જાણો તેના જીવન વિશે….!!

તારક મહેતા કા ઉલટા ચશ્માં શોના તમામ કલાકાર પોતાની એક્ટિંગ અને કોમેડીને કારણે ખૂબ જ લોકપ્રિય છે. આ શોના બધાં પાત્રોએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. જેમાં એક પાત્ર છે બાઘા એટલે કે તન્મય વેકરિયા પણ લોકોને ખૂબ જ પસંદ છે. શોમાં આવતા પહેલાં તન્મય એક બેંકમાં નોકરી કરતો હતો.

તમને જણાવી દઈએ કે તન્મય ગુજરાતનો રહેવાસી છે અને તેણે 15 વર્ષ થિયેટરમાં કામ કર્યું છે. તેને એક્ટિંગ માટે પિતાથી પ્રેરણા મળી હતી. નોકરીમાં ઓછો પગાર હોવાને કારણે તન્મય એક્ટિંગની દુનિયામાં આવ્યો.

રિપોર્ટ્સ અનુસાર બાઘાનો રોલ પ્લે કરવા માટે તન્મયને પ્રતિ એપિસોડ 22000 રૂપિયા મળે છે. એટલું જ નહીં તન્મયના પિતા અરવિન્દ વેકરિયા પણ કમાલના એક્ટર છે. જે તારક મહેતામાં ઘણાં રોલ પ્લે કરી ચૂક્યા છે. તન્મય તારક મહેતા સિવાય અન્ય કોઈ શોમાં કામ કરી નથી રહ્યો. જોકે, પોતાની સખત મહેનતના દમ પર તે આટલો આગળ આવ્યો. તન્મયે શોમાં એક ઓટો ડ્રાઈવરથી લઈને ટેક્સી ડ્રાઈવર અને ઈન્સ્પેક્ટરથી લઈને શિક્ષક સુધી ઘણાં નાના નાના રોલ પ્લે કર્યા છે .

તન્મય શોમાં તો સિંગલ છે પરંતુ રિયલ લાઈફમાં તે મેરિડ છે અને બે બાળકોનો પિતા છે. તન્મય તેની પત્ની સાથે સોશિયલ મીડિયા ફોટોઝ અને વીડિયો શેર કરતો રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news