અક્ષયકુમારની ફિલ્મ પૃથ્વીરાજનું ટ્રેલર થયું રિલીઝ..

  અક્ષય કુમારની ઘણી બધી ફિલ્મો લાઈનમાં છે અને એક પછી એક હવે રીલિઝ થવાની તૈયારીમાં છે. હાલમાં જ તેની આગામી ફિલ્મ પૃથ્વીરાજનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે.

  જ્યારે ભારતની મિસ વર્લ્ડ માનુષી ચિલ્લર આ ફિલ્મથી પોતાના બોલિવુડ કરિયરની શરૂઆત કરી રહી છે. રાણીના પાત્રમાં તે એકદમ પ્રભાવશાળી જોવા મળે છે.અને આ સિવાય અક્ષય કુમારના ડાયલોગ સીધા દિલમાં ઉતરી જાય તેવા છે. રાણીના પાત્રમાં માનુષી એકદમ પૌરાણિક રાણી જેવી દેખાય છે.

  ટ્રેલરની શરૂઆત યુદ્ધના સીનથી થાય છે. જેમાં હજારોની સેના લડતી દેખાય છે. તેવામાં હવામાં તીર ઉડતા પણ જોવા મળે છે.અને ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સંજય દત્ત પણ જોવા મળશે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક પણ ઘણું સારું છે.

  સંજય દત્ત પણ તેના પાત્રમાં એકદમ પરફેક્ટ લાગી રહ્યો છે. આ ફિલ્મમાં તે મોહમ્મદ ગૌરીનું પાત્ર ભજવી રહ્યો છે. જે મુખ્ય વિલન છે. સંજય દત્તની સાથે સોનુ સૂદ પણ એકદમ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે. પૃથ્વીરાજનું પિક્ચરાઈઝેશન કમાલનું છે.અને સેટ પણ ઘણો જોરદાર છે. ટ્રેલરમાં અક્ષય હર હર મહાદેવના નારા લગાવતો જોવા મળે છે. તે અંતમાં કહે છે કે, ધર્મ માટે જીવ્યો છું અને ધર્મ માટે મરીશ.

  લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

  તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.