ગજબ કહેવાયને.. ચાજિઁગ વગર 1000 કિલોમીટરની મુસાફરી કરી નાખી, અને રેકોર્ડ પણ બનાવી નાખ્યો.

દેશના ઓટો સેકટરમાં ઈલેક્ટ્રીક વાહનોનો દબદબો જોવા મળે છે. છેલ્લાં કેટલાંક દિવસોથી ભારતમાં અનેક ઈલેક્ટ્રીક વાહનો લોન્ચ થયાં છે. જેમાં ઓલા ઈલેક્ટ્રીક સ્કુટર પણ સામેલ હતું. એવું માનવામાં આવે છે કે આવનારા સમયમાં ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યા ઝડપથી વધારો થશે.

આ બધા વચ્ચે એક ઈલેક્ટ્રીક ટ્રક હાર ખૂબ ચર્ચામાંનું કારણ બન્યું છે. વાત એમ છે કે આ ટ્રકે એકવાર ફૂલ ચાર્જ થયા બાદ ૧૦૯૯ કિલોમીટર અંતર કાપ્યું અને વલ્ડઁ રેકોર્ડ બનાવી નાખ્યો.

જમઁનીની એક ડિલિવરી કંપની DPDનાં આ ઈલેક્ટ્રીક ટ્રક ફયૂચુરિકમ ના નામે આ વલ્ડઁ રેકોર્ડ નોંધાયો છે. બે ડ્રાઈવરની મદદથી આ ટ્રેકે આટલું લાંબું અંતર કાપવામાં સફળતા મેળવી છે.

ફ્યૂચરિકમ બ્રાન્ડની પાછળ કંપની Designwerk Products AG ના સીઈઓ એડ્રિયન મેલિગરે કંપનીની અધિકૃત વેબસાઈટ પર જણાવ્યું કે આ ઈલેક્ટ્રિક ટ્રકમાં 680 કિલોવોટ કલાકની બેટરીની ક્ષમતા છે જે બોર્ડ પર યુરોપમાં સૌથી મોટી ટ્રક બેટરી છે. કંપની દ્વારા કહેવાયું છે કે તેમના ટ્રક સિંગલ ચાર્જમાં વધુમાં વધુ 760 કિમી સુધીની મુસાફરી કરવામાં સક્ષમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news