ફેશનનાં મામલામાં ખુબ જ આગળ છે ટીવીની નાગિન સુરભી ચંદના..

ટીવી એક્ટ્રેસ સુરભી ચંદના આજે પોતાનો ૩૨મોં જન્મ દિવસ ઉજવી રહી છે. સુરભી ચંદના ટીવી સિરિયલ ઈશ્કબાઝ અને નાગિનમાં પોતાનાં કામથી ઓળખાય છે. સુરભી બિકીની થી લઇને જીન્સ સાડી સુધી દરેક સ્ટાઇલને કરી અને ફલોન્ટ કરવા માટે જાણીતી છે.

એમના ધણાં લુકસ સોશિયલ મીડિયા પર દેખાઈ છે. જેને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. સુરભીનો જન્મ ૧૧ સપ્ટેમ્બર ૧૯૮૯નાં રોજ મુંબઈમાં થયો હતો. તેણે ૨૦૦૯માં એકિટંગ કરિયરની શરુઆત કરી હતી.

૨૦૧૪ થી ૨૦૧૫ સુધી સુરભી સિરિયલ “કુબૂલ હે”માં મૂક અને બધિર છોકરી હયાની ભૂમિકા ભજવી હતી. ૨૦૧૬માં સુરભીએ “ઈશ્કબાઝ “માં ઓબેરોયની ભૂમિકામાં જોવા મળી હતી.

આ પછી સુરભીએ સંજીવની અને નાગિન ૫માં કામ કર્યું છે. બંને તાજેતરમાં બેપનહ ઈશ્ક ગીતના મ્યુઝિક વિડિયોમાં જોવા મળ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news