ગોંડલના વસાવડમાં ઝેરી દેશીદારૂનો આથો પીતાં બે ગાયોના થયા મોત ; પોલીસે દારૂનો આથો કબ્જે લઇ કાર્યવાહી હાથ ધરી.

રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમે છે અને ત્યારે દારૂનો આથો ખાઈ જતા ગોંડલ તાલુકાના વાસાવડમાં બે ગાયના મોત થયાના બનાવ બનતા લોકોમાં દારૂનો ધધો કરતા લોકો સામે રોષ ભભૂકી ઉઠતા પોલીસે એક્શન લીધા હતા.

દેશી દારુનો આથો ખાઇ જવાથી મોત નિપજ્યાની ચર્ચાઓ વચ્ચે પોલીસે મોડે મોડે આ પંથકમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી અને બે મહિલા સહિત ચાર શખ્સને દેશી દારુ, આથો તથા અન્ય સાધનો સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ વિસ્તારમા દેશીદારુ ની ભઠ્ઠીઓ ધમધમતી હોય દારુનો આથો ખાઇ જવાથી ગાયો ના મોત નિપજ્યાની ચર્ચાઓ એ વેગ પકડતા સફાળી જાગેલી પોલીસે દરોડો પાડી દેવીપુજક હરેશભાઈ જીલુભાઇ વાઘેલા,શાયર ચંદુભાઇ વાઘેલા,હંસાબેન જીલુભાઇ વાઘેલા અને અંજુબેન કિશોરભાઈ વાડોદરીયાને 800 લિટર આથો અને 40 લિટર દેશી દારૂ સહિતના માલસામાન સાથે ઝડપી લઈ તેમજ પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને આમ,દેશી ઝેરી દારૂનો વેપલો ચાલુ રહેવા પામ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.