નવજાત શિશુને ત્યજી દેનારા સેંદરડાના દંપતિને બે વર્ષની કેદ વહેલી સવારે ઉમણીયાવદર કોજળી રોડ પર દેરી સામે નવજાત શિશુને ત્યજી લેવાયેલું : ખુલ્લી જગ્યા હોય શિશુનું મોત નિપજેલુ

નવજાત શિશુને ત્યજી દેનારા સેંદરડાના દંપતિને બે વર્ષની કેદ વહેલી સવારે ઉમણીયાવદર કોજળી રોડ પર દેરી સામે નવજાત શિશુને ત્યજી લેવાયેલું : ખુલ્લી જગ્યા હોય શિશુનું મોત નિપજેલુ વહેલી સવારે ઉમણીયાવદર કોજળી રોડ પર દેરી સામે નવજાત શિશુને ત્યજી દેનારા સેંદરડાના દંપતિને મહુવા અદાલતે બે વર્ષની કેદની સજા ફટકારી હતી. મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભરતભાઈ બાબુભાઈ ડાભી ઉમણીયાવદરવાળાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણી સ્ત્રીએ બાળકને જન્મ છુપાવવા માટે અથવા તો જન્મ્યા પછી પણ મરણ જાય તે હેતુથી તાજા જન્મેલા પુરુષ જાતિના બાળકને આજ સવારે 8:00 વાગ્યા પહેલા અસુરક્ષિત રીતે ઉમણીયાવદર કોજળી રોડ પર ખોડીયાર માની ડેરી સામે ખુલ્લી જગ્યામાં મૂકી દેતા તેનું મોત થયું હોય તેવી ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનો મહુવા પોલીસ મથકમાં નોંધાયા બાદ આ મામલે તપાસમાં મહેબૂબભાઈ ઈસ્માઈલભાઈ માંડવીયા તથા તેના પત્ની શેહનાઝબેન મહેબૂબભાઈ માંડવીયા રહેવાસી સેદરડા તાલુકો મહુવા વાળા ની સામે તપાસના અંતે ચાર્જશીટ કરવામાં આવી હતી. મહુવામાં પાંચમી એડિશનલ સેશન જજની કોર્ટમાં કેસ ચાલી જતા જજ એફ. એસ. પરીખે સરકારી વકીલ વિજયભાઈ માંડલીયા તથા રૂખીનાબેન ખલ્યાણીની દલીલ સાંભળીને આ બંને આરોપીને ipc ની 317 મી કલમ મુજબ બે વર્ષની સજા અને રૂપિયા 2000નો દંડ ફટકાર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.