ઉધમસિંહ કંબોઝે લાશ જોઈને,પોતાની માતૃભૂમીની ખાધી કસમ, અને લીધો બદલો

ઉધમસિંહે આજના દિવસે લંડનમાં જઈને જલિયાવાલ બાગ હત્યાકાંડમાં જેમનો હાથ હતો તેમને ગોળીમારી હતી. અને હસતા મોં ફાંસીને ગળે લગાવી હતી.

1919માં 13 એપ્રિલ વૈશાખીને દિવસે પંજાબના અમૃતસરમાં જલિયાવાલા બાગમાં ગોળીઓ વરસાવવામાં આવી અને સરકારી આંકડા મુજબ તેમાં 1000 લોકો માર્યા ગયા. ત્યારે ત્યાં પાણી પીવડાવી રહેલો એક અનાથ છોકરો ઉધમસિંહ કંબોઝ પણ હાજર હતો.

ઉધમસિંહ બદલો લીધો અને જનરલ ડાયરને માર્યો તો, ના એવું નથી. કેમ કે, જનરલ ડાયરને ગોળીબાર માટે પદ પરથી હટાવી દેવાય અને તે બ્રિટન પાછા ચાલ્યા ગયા. બ્રિટનમાં તેમને 10 કરોડ ચૂકવવામાં આવ્યા. જનરલ ડાયર 23 જુલાઈ 1927ના રોજ બ્રેઈન હેમરેજમાં મરી ગયો.

13 માર્ચ 1940ના દિવસે લંડનમાં કેક્સન હોલમાં જેમની હત્યા કરીને ઉધમસિંહ શહીદ થયા  તે જલિયાવાલ બાગ હત્યાકાંડ વખતે પંજાબના ગર્વનર Michael O’Dwyer હતા  એ વખતે ઉધમસિંહના નિશાના પર  Michael O’Dwyer એકલા જ નહોતા પણ જલિયાવાલ બાગ હત્યાકાંડ વખતે પંજાબના સેક્ટ્રેટરી ઓફ ઈન્ડિયન અફેર્સન લોરેન્સ પણ હતા પરંતુ તે બચી ગયા હતા.

Michael O’Dwyerની હત્યા બાદ ઉધમસિંહ ભાગ્યા નહીં પરંતુ તેમણે આત્મસમર્પણ કરી દીધું. આખરે 42 દિવસની ભૂખ હડાતળ બાદ બ્રિટન 31 જુલાઈ 1940ના રોજ તેમને ફાંસી આપી દેવામાં આવી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.