કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને કોંગ્રેસની ભારત જોડો યાત્રા મોકૂફ રાખવાની માંગ કરી

વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને કોંગ્રેસની ભારત જોડો યાત્રા રદ કરવાની માંગ કરી છે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભારત જોડો યાત્રામાં કોરોનાની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, જો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો દેશના હિતમાં ભારત જોડો યાત્રાને મોકૂફ રાખવી જોઈએ અને મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને લખેલા પત્રમાં કહ્યું છે કે, “રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ

માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ.” તે સુનિશ્ચિત કરવું જોઈએ કે માત્ર રસીકરણ કરાયેલા લોકો જ યાત્રામાં ભાગ લે. પ્રવાસમાં જોડાતા પહેલા અને પછી મુસાફરોને અલગ રાખવા જોઈએ. માંડવિયાએ આગળ લખ્યું, જો કોરોના પ્રોટોકોલનું પાલન કરવું શક્ય નથી. તો જાહેર આરોગ્ય કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દેશને કોરોના રોગચાળાથી બચાવવા માટે દેશ હિતમાં ભારત જોડો યાત્રા મોકૂફ રાખવા વિનંતી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.