એરપોર્ટ પર ઉર્ફી જાવેદ ચપ્પલ વગર જોવા મળી,લોકોએ ઉડાવી મજાક જાણો વિગતવાર…

    ઉર્ફી જાવેદના અતરંગી અને અનોખા સ્ટાઈલ સ્ટેટમેંટની સાથે તેના એરપોર્ટ લુક્સને લઈને પણ ખુબ લાઈમટાઈમ લૂટી રહી છે.અને ફરી એક વાર ઉર્ફીને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી અને આ વખતે પણ હમેંશાની જેમ જ બધી જગ્યાએ તેમની ચર્ચા થઈ રહી છે.

    આ વખતે ઉર્ફીના કપડાં એટલા બધા અતરંગી નહોતા. છતા પણ ઉર્ફીએ લોકોનું ધ્યાન પોતોના તરફ ખેચીં જ લીધું. છે ને કમાલની વાત? ભાઈ આ ઉર્ફી જાવેદ છે અને ઉર્ફી તેના દેખાવથી ધૂમ મચાવવી સારી રીતે જાણે છે.અને આ વખતે ઉર્ફી એરપોર્ટ પર ખુલ્લા પગે ચાલતી જોવા મળી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પૈપરાજી ઉર્ફીને કહે છે – ઉર્ફી જી ચપ્પલ? આના પર તે જવાબ આપે છે – હું હીલ્સ લાવી હતી, મારી હિંમત ના થઈ.

    ઉર્ફીને એરપોર્ટ પર બુટ-ચપ્પલ વગર જોઈને લોકો હેરાન થઈ ગયા હતાં. તો અમુક લોકોએ ઉર્ફીનો ખૂબ મજાક ઉડાવ્યો. એક યુઝરે ઉર્ફીની મજાક ઉડાવી અને લખ્યું- મન્નત માંગી હશે, એરપોર્ટ પર ખુલ્લા પગે જઈશ. અને અન્ય યુઝરે લખ્યું- ચપ્પલ પણ નથી પહેર્યા, આટલી બધી ગરીબી. ઉર્ફીને ટ્રોલ કરતા અન્ય યુઝરે લખ્યું – શું મંદિરમાં ચપ્પલ ચોરાઈ ગયા છે? તેમજ ઉર્ફી અવારનવાર એરપોર્ટ પર દેખાતી હોય છે.તેવામાં યુઝર્સ જાણવા માંગે છે કે છેવટે, તે વારંવાર એરપોર્ટ પર શું કરવા જાય છે? યુઝરે લખ્યું – તે રોજ એરપોર્ટ પર શું કરવા જાય છે. પૈપરાજીને શોધવા.

    લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

    તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.