16 જાન્યુઆરીથી વેક્સીનેશન કેમ્પેન થશે શરૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી,સવારે 11 વાગ્યે વેક્સીનેશન કાર્યક્રમની, કરશે શરૂઆત

દેશમાં 16 જાન્યુઆરીથી કોરોનાને હરાવવા માટે વેક્સીનેશન કેમ્પેન શરૂ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે વેક્સીનેશન કાર્યક્રમની શરૂઆત કરશે.

ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા  તરફથી કોવિડ-19  સામેની લડત માટે બે વેક્સીનની મંજૂરી આપવામાં આવી છે. જેમાં કોવિશીલ્ડ અને કોવેક્સીન સામેલ છે.

કોવિડ-19 વેક્સીનના બે ડોઝ 28 દિવસની અંદર આપવામાં આવશે. બીજો ડોઝ આપવા માટે 14 દિવસ બાદ વેક્સીનને સુરક્ષા પૂરા પાડવાની આશા છે.

ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા ની વેક્સીન કોવિશીલ્ડ નું નિર્માણ દુનિયાની સાથે મોટી વેક્સીન ઉત્પાદક પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ કોવેક્સીનને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ની સાથે મળી વિકસિત કરવામાં આવી છે.

આગામી 6થી 8 મહિનામાં જોખમ ભરેલી પરિસ્થિતિમાં કામ કરનારા લગભગ 30 કરોડથી વધુ લોકોને વેક્સીન આપવામાં આવશે. 16 જાન્યુઆરીથી શરૂ થનારા વેક્સીનેશન અભિયાનની સાથે બે વેક્સીન વિશે એ બધું જાણો જે આપના માટે જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news