વડોદરા: અમારે કોર્પોરેશનમાં જોડાવું નથી, કરોળિયાના ગ્રામજનોએ થાળી વગાડી પૂતળું બાળ્યું

વડોદરા કોર્પોરેશનમા સાત ગામોને જોડવાના વિરોધમાં ગ્રામજનોમાં ભારે રોષની લાગણી વ્યક્ત થઈ રહી છે. જેના ભાગરૂપે આજે કરોળિયા ગામના લોકોએ કોર્પોરેશનનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

વડોદરા નજીકના ભાઈલી, બીલ, કરોળિયા, વેમાલી સહિતના સાત ગામોને કોર્પોરેશનમાં જોડવાના જાહેર કરાયેલા નિર્ણયનો અમલ કરવા માટે પ્રક્રિયા શરૂ કરાઇ છે. ત્યારે સ્થાનિક લોકોમાં કોર્પોરેશન સામે જબરદસ્ત વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે.

આજે કરોળિયા ગામની મહિલાઓ તેમજ પુરૂષો બહાર નીકળી આવ્યા હતા અને કોર્પોરેશન વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે, અમારું ગામ પછાત નથી. તમારા ગામમાં તમામ પ્રકારની સવલતો ઉપલબ્ધ છે અને અમારે કોઈપણ રીતે કોર્પોરેશનમાં જોડાવું નથી. અમારા ગામડાને ગામડું જ રહેવા દો.

મહિલાઓએ થાળીઓ વગાડીને કોર્પોરેશનની હાય હાય.. બોલાવી હતી. જ્યારે યુવકો અને પુરુષોએ કોર્પોરેશનનું પૂતળું બાળી વિરોધ વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં બીજા પણ ગામો વિરોધમાં જોડાયા તેવી શક્યતા જોવાઇ રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news