વરુણ ધવન અને કિયારા અડવાણી રોમેન્ટિક કોમેડી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે

વરુણ ધવન કિયારા અડવાણી સાથે એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ અને સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે અને ફિલ્મના શૂટિંગની યોજના પણ બની ગઇ છે.

સૂત્રની વાત સાચી માનીએ તો, વરુણ અને કિયારા અડવાણીની ફિલ્મનું શૂટિંગ ૨૪ ઓકટબોરથી ચંદીગઢમાં શરૂ કરવાના છે. તેથી આ પહેલા સ્ટાર્સ અને સંપૂર્ણ ટીમ ચંદીગઢ પહોંચી જશે.

આ ફિલ્મમાં અનિલ કપૂર અને નીતુ કપૂર વરુણના પેરન્ટસની ભૂમિકામાં જોવા મળવાના છે. જેઓ શૂટિંગ શરૂ થયાના થોડા દિવસો પછી જોડાશે.

આ ફિલ્મનું નિર્માણ શશાંક ખેતાન કરી રહ્યો છે. શસાંકે વરુણ અને કિયારા સાથે આ પહેલા મિ. લેલેની ઘોષણા કરી હતી પરંતુ તે ફિલ્મ અચાનક બંધ થઇ ગઇ. આ જ સ્ટારકાસ્ટ સાથે તેમણે નવી ફિલ્મની ઘોષણા કરી હતી જેનું શિર્ષક હજી ફાઇનલ કરવામાં આવ્યું નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news