સામાન્ય નાગરિકોના ઘરમાં ચોરી થાય કે બહાર,કોઈ વસ્તુની ચોરી થાય ત્યારે, અરજી લેતા હોય છે પોલીસ

એક પોલીસ કોન્સ્ટેબલ ના ઘરમાં જ ચોરી થતા “હમારી જેલ મેં સુરંગ?” જેવો ઘાટ ઘડાતા તાત્કાલિક ફરિયાદ પોલીસે નોંધી છે. આનંદનગર પોલીસસ્ટેશનના એક કોન્સ્ટેબલ એક જ ફ્લેટમાં તેમના મિત્રો સાથે રહે છે અને નાઈટ ડ્યુટી પતાવીને સાતેક વાગ્યે સુઈ ગયા હતા. પણ તેઓની બેદરકારી એટલી હતી કે તેમણે આવીને દરવાજો પૂરો બંધ કર્યો ન હતો અને આડો દરવાજો રાખી સુઈ ગયા હતા. સાડા સાતેક વાગ્યે અન્ય મિત્ર જાગ્યો અને ફોન ન જણાતા ત્રણેય મિત્રોના ફોન ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું.

તેઓ હાલમાં આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના ઘરમાંથી ચોરી થઈ હતી

હોલનો મુખ્ય દરવાજો આડો કરી ફોન ચાર્જમાં મૂકી મુખ્ય હોલમાં બેડ ઉપર સૂઈ ગયા હતા. તેમની બાજુમાં તેમના મિત્ર મયુર જાદવ પણ સૂતો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news