વડોદરા: નવરાત્રિ યોજવાની પરવાનગી આપો અથવા પાકિસ્તાનમાં યોજાતી નવરાત્રી માં જવા દો

ધાર્મિક અને સામાજિક પ્રસંગોની ઉજવણી માટે રાજ્ય સરકારે 50 વ્યક્તિની મંજૂરી આપી છે તે રીતે ગુજરાતમાં આગામી નવરાત્રીના તહેવાર નિમિત્તે પણ રાજ્ય સરકારની ગાઈડ લાઈન પ્રમાણે દરેક જિલ્લા કલેક્ટરે નવરાત્રિ મહોત્સવ યોજવા માટેની મંજૂરી આપવી જોઈએ. અથવા તો પાકિસ્તાનમાં યોજાતી નવરાત્રિમાં જવા માટેની પરવાનગી આપવામાં આવે તેવી માગણી કરી છે જેથી વિવાદ સર્જાયો છે.

કરણી સેનાના ઉપપ્રમુખ અને આરએસએસ પીના અકોટાના આગેવાન અરવિન્દ સિંધા એ જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યું છે કે ગત 26/8/20ના ગણપતિ ઉત્સવ તેમજ નવરાત્રી ઉત્સવ ઉજવણી માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં PIL કરી હતી પરંતુ હાઈકોર્ટ દ્વારા સુચન કર્યું હતું કે આ અંગે સરકાર નિર્ણય કરશે તે અંગે સરકારમાં રજૂઆત કરજો તેથી હાઈકોર્ટ ને સન્માન આપી PIL પરત ખેંચી હતી.

હવે જ્યારે નવરાત્રી નજીક હોઈ આજે જનહિતમાં અરજ કે હિન્દુ વિચારધારા ધરાવતી ભાજપા સરકારના રાજમાં covid-19 અંતર્ગત અનલૉક-4માં 100 વ્યક્તિઓના ધાર્મિક, રાજકીય, લગ્ન પ્રસંગમાં મંજૂરી આપવામાં આવી છે તેમજ હાલમાં બિહારમાં ચૂંટણી મંજૂરી પણ આપવામાં આવી છે. ત્યારે નજીકમાં જ 17/10/20 થી માતાજીનો નવરાત્રી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે મોટા ગરબા આયોજકો, ગરબા મહોત્સવ રદ્દ કરવામાં આવ્યા છે. તે બરાબર છે પરંતુ અસંખ્ય માતાજીની આસ્થા વાળા ધાર્મિક ભક્તો, કુવારિકા, મહિલાઓ, પુરૂષોના ગરબા ઉજવવા દરેક મંદિર, શેરી, પોળો, સોસાયટી, એપાર્ટમેન્ટ ખાતે એક ગરબામાં 20 ગરબા ગાતી કુવારીકા-ખેલૈયાઓને સોશ્યલ ડિસ્ટન્સનાં નિયમો અનુસાર માસ્ક સાથે ગરબા રમવા મંજૂરી આપવા વિનંતી તેમજ વડોદરામાં ઉજવાતા પુરૂષોના માતાજીના ગરબામાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, રાજપૂત કરણી સેના, મહાકાલ સેનાના સભ્યોને વડોદરાના ઘડિયાળી પોળના માતાજીના મંદિરે વર્ષોથી પુરૂષોના ગરબા રમવામાં આવે છે. તે ગરબામાં અમારા 50 સભ્યોને બે કલાક (રાત્રીના 8 થી 10) દરમ્યાન ગરબા રમવા મંજૂરી આપવામાં આવે.

અને જો ગરબા રમવાની મંજૂરી ન આપવામાં આવે તો પાકિસ્તાનમાં કરાંચીમાં ઉજવાતા ગરબા મહોત્સવમાં ગરબા રમવા જવા તેમજ પાકિસ્તાન સ્થિત શક્તિ પીઠ હિંગલાજ માતાજીના મંદિરે જવા 50 સભ્યોની મંજૂરી આપવામાં આવે તે જરૂરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news