વિદેશથી પાછા ફર્યા છે 15 લાખ લોકો પણ નથી થઈ તમામની મેડિકલ તપાસઃ કેબિનેટ સેક્રેટરીનો ધડાકો

કોરોના વાયરસ સામે લડી રહેલી સરકાર અને તંત્ર સામે પડકારો પણ ઓછા નથી.

કેન્દ્ર સરકારે લોકડાઉનનુ એલાન કર્યુ છે પણ વિદેશથી પાછા ફરેલા લોકોમાંથી તમામની મેડિકલ ચકાસણી થઈ નથી. આ તમામ લોકો પર વોચ પણ નથી રાખવામાં આવી.

સરકારના કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબાએ રાજ્યોને આ અંગે પત્ર લખીને જાણકારી આપી છે કે, તાજેતરમાં દેશમાં 15 લાખ લોકો વિદેશથી પાછા ફ્યા છે પણ નથી તમામની મેડિકલ તપાસ થઈ કે નથી તમામ પર નજર રખાઈ રહી. જેમની તપાસ થઈ છે અને જેમને વોચમાં રખાયા છે તેમની સંખ્યા અને પરદેશથી પાછા આવનારાની સંખ્યામાં ઘણો તફાવત છે.

તેમનુ કહેવુ છે કે, કેન્દ્રે ઘણી વખત રાજ્યોનુ આ બાબતે ધ્યાન દોર્યુ છે.વિદેશથી પાછા ફરેલાની તપાસ થાય તે બહુ જરુરી છે. નહીતર કોરોના રોકવાના પ્રયાસો પર ગંભીર અસર પડી શકે છે. ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી મોટા ભાગના વિદેશથી પાછા ફરેલા લોકો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.