20 મે બાદ મહારાષ્ટ્રને અપાશે ડોઝ,આ બાદ અમે 18-44 વર્ષના લોકોનું રસીકરણ શરુ કરી દઈશું- ટોપે

સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓએ 20 મે બાદ મહારાષ્ટ્રને 1.5 કરોડ ડોઝ આપવાનો વાયદો કર્યો છે. આ વાતની જાણકારી રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ બુધવારે આપી છે. આ વાતની જાણકારી રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ બુધવારે આપી છે.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાનુસાર અદાર પૂનાવાલાએ 20મે બાદ મહારાષ્ટ્રમાં રસી આપવાનો વાયદો કર્યો છે. એજન્સીા જણાવ્યાનુસાર ટોપેએ કહ્યુ કે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ મુખ્યમંત્રીને 20 મે બાદ કોવિશીલ્ડના 1.5 કરોડ ડોઝ આપવાનો વાયદો કર્યો છે

રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે રાજ્યમાં ફક્ત 35000 કોવૈક્સીનના ડોઝ બચ્યા છે.  જ્યારે 5 લાખ લોકોને કેવૈક્સીનના બીજા ડોઝ આપનાના છે. રાજ્યમાં હાલ કુલ 2.75 લાખ રસીના ડોઝ ઉપલબ્ધ છે.

બુધવારે થયેલી કેબિનેટ મિટિંગમાં સ્વાસ્થ્ય મંત્રાલય અને મંત્રીઓએ લોકડાઉનને આવનારા 15 દિવસ (31 મે) સુધી વધારવાનો પ્રસ્તાવ મુક્યો હતો. કેબિનેટની બેઠક બાદ સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે રાજ્યમાં હાલ જે પ્રકારની સ્થિતિ છે કેને જોયા બાદ 15 દિવસ સુધી લોકડાઉન વધારવામાં આવશે અથવા નહીં તેનો નિર્ણય છેલ્લે ઉદ્ધવ ઠાકરે કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news