20 ટકા સુધી વધી શકે છે મકાનોના ભાવ,નિર્માણનો ખર્ચ પહેલા કરતા વધ્યો 15 ટકા

રિયલ એસ્ટેટ સંગઠન ક્રેડાઈએ ગુરુવારે જણાવ્યું કે સંક્રમણના કારણે 95 ટકા ગ્રાહકોએ મકાન ખરીદવાનો પ્લાન ટાળી દીધો છે. એપ્રિલ બાદથી વેચાણ અને નવી પરિયોજનાઓમાં ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે.  રિયલ એસ્ટેટ સેક્ટરની 13 હજાર કંપનીઓનું પ્રતિનિધિત્વ કરનારા સંગઠન ક્રેડાઈના અનુસાર 95 ટકા બિલ્ડરોએ લોકડાઉનના કારણે પ્રોજેક્ટમાં મોડું થવાની આશંકા વ્યક્ત કરી છે.

ક્રેડાઈના અધ્યક્ષ હર્ષવર્ધન પટોદિયાએ કહ્યુ કે મજૂરોની અછત, અપ્રૂવલમાં મોડુ અને કાચા માલના સપ્લાયમાં સમસ્યા હોવાના કારણે મોટા ભાગના નિર્માણ અટકી ગયા છે.

ક્રેડાઈએ અનુમાન વ્યક્ત કર્યુ છે કે સ્ટીલ, સિમેન્ટ વગેરેના ભાવ વધવાથી મકાનોના નિર્માણના ખર્ચમાં વધારો થયો છે. આ કારણે આવનારા કેટલાક સમયમાં મકાનોની કિંમતમાં 10-20 ટકા વધારો જોવા મળી રહ્યો છે.

પટોદિયાએ કહ્યુ કે મકાનના ભાવ વધવાનો મતલબ એ નથી કે બિલ્ડરોની કમાણીમાં વધારો થઈ રહ્યો છે. કેમ કે નિર્માણનો ખર્ચ પહેલા કરતા 15 ટકા વધ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news