આ અભિનેત્રી એવું તો શું કામ કર્યું કે લોકો કહે છે ‘ધમંડી ઔરત’ આવો જાણો..

સ્ટાર એક્ટર અજય દેવગન ની પત્ની અને સુપરસ્ટાર અભિનેત્રી કાજોલ આજકાલ સોશિયલ મીડિયામાં ભારે ટોલ થઈ રહ્યા છે. કેમ છે કાજોલે તાજેતરમાં જ પોતાનો બર્થ ડે ઉજવ્યો છે,અને તાજેતરમાં જ પોતાનો જન્મદિવસના ખાસ સેલીબ્રેશન એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ફેન્સને કાજોલની એક હરકત પસંદ નથી આવી રહી.

દેશભરમાંથી તેના ફેન્સ અને શુભેચ્છાઓ પાઠવી. અને આ સિલસિલામાં કેટલાંક ચાહકો બહારનાં રાજયોમાંથી તેનાં ઘરની બહાર કેક લઈ પહોંચી ગયા. આ દરમિયાન મિડીયાકમીઁ પણ પહોંચી ગયા. કાજોલે ઘરની બહાર આવીને કેક પણ કાપીને તેની બોડી લેંગ્વેજે તેના ચાહકોને નારાજ કરી દીધાં હતાં.

સેલિબ્રિટી ફોટોગ્રાફર વાયરલ ભયાનીએ પોતાની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વીડિયોને શેર કર્યો છે. જેમાં કાજોલ મન વિના કેક કાપી રહી છે. આ વીડિયોમાં તેનો હાવભાવ લોકોને પસંદ નથી આવી રહ્યો અને ફેન્સ નિરાશ થયા છે, લોકો આ બૉડી લેન્વેજ પર કાજોલને જોરદાર ટ્રૉલ કરી રહ્યાં છે.

વીડિયોમાં તમે જોઇ શકો છો કે કેક કટિંગ સમયે કાજોલની જે બૉડી લેગ્વેજ હતી તે લોકોને ગમી નથી, જ્યારે કેક લાવનારા ફેન્સે સેલ્ફી લેવા કહ્યું તો કાજોલે ના પાડી દીધી. જોકે, બાદમાં ઘરની અંદરથી આવીને તેની સાથે તસવીરો ખેંચાવી હતી. પરંતુ લોકો કાજોલ પર ગુસ્સે થયા છે, કેટલાક તેને અભિમાની ઔરત જેવા શબ્દો વડે ટ્રૉલ કરી રહ્યાં છે. કેટલાકે કૉમેન્ટ કરી છે કે – પૈસા, ટાઇમ અને મહેનત આવા લોકો પર કેમ વેસ્ટ કરવી, જે કેર પણ ના કરતા હોય?, વળી એક બીજા યૂઝરે લખ્યું તે બિલકુલ ખુશ નથી લાગી રહી, બેચારા લોકો કેમ ટાઇમ વેસ્ટ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news