પૃથ્વીરાજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગણી જાણો શુ છે કારણ??

    અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચમાં કરણીસેનાની ઉપાધ્યક્ષાએ બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ પર પ્રતિબંધ મૂકવા ફરિયાદ દાખલ કરી છે. જ્યારબાદ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ જારી કરી છે અને કોર્ટે કેન્દ્ર સરકારને પ્રશ્ન પૂછાવ્યો છે કે, સેંસર બોર્ડે ફિલ્મને સર્ટીફિકેટ આપ્યું છે કે નહિ? વધુ સુનાવણી આવવા વાળા અઠવાડિયે કરી શકે છે.કરણી સેનાના ઉપાધ્યક્ષ સંગીતા સિંહે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે જણાવ્યું છે કે, તેમાં હિંદુ સમ્રાટ પૃથ્વીરાજનું ‘ખોટું અને અશ્લિલ’ ચિત્રણ કરાયું છે.જેથી સમાજની ભાવના દુઃભાય છે. ફિલ્મ પોતે જ પોતાનામાં એક વિવાદ ઊભો કરી રહી છે.અને આથી તેના પર પ્રતિબંધ મૂકાવો જ જોઈએ.

    આ બીજી વાર કરણી સેનાએ કોઈ ફિલ્મની રીલિઝનો વિરોધ કર્યો છે.અને આ પહેલાં પણ ૨૦૧૭માં કરણી સેનાએ સંજય લીલા ભણસાલીની પદ્માવતીની રીલિઝનો પણ વિરોધ કર્યો હતો.અને જ્યારબાદ કેટલાંક સીન અને ડાયલોગ્સમાં ફેરફાર સાથે ફિલ્મનું નામ પણ પદ્માવત કરાયું હતું.

    લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

    તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.