માહોલ શુ છે ?આંતરિક સર્વે માં લાગ્યા રાજકીય પક્ષો,વિધાનસભા ચૂંટણી પહેલા મતદારોની મિજાજ જાણવા નો પ્રયાસ

માહોલ કેવો છે,? આંતરિક સર્વે માં જોતરાયા રાજકીય પક્ષો, વિધાનસભા ચૂંટણીઓ પહેલા મતદારોના મિજાજ ને પારખવાનો પ્રયાસ

ચાલુ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ શકે છે,જેમ જેમ ચૂંટણીઓ અંગેનો માહોલ જામતો જઇ રહ્યોં છે તેમ તેમ વિવિધ રાજકીય પક્ષો પણ એક્શન મોડ ઉપર જોવા મળી રહ્યા છે,ચૂંટણી ના રણ માં જવા પહેલા કેટલાય રાજકીય પક્ષ ના દાવેદારો એ રાજકીય માહોલ પારખવા માટે ગામેગ ગામ પોતાના ખબરીઓને કામે લગાડ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે,

રાજકીય માહોલ ને પારખવા અને કયા મુદ્દે મતદારો વચ્ચે જઈ મત માંગી શકાય તે તમામ બાબતો ઉપર દાવેદારો અને જે તે પાર્ટીના અગ્રણી નેતાઓએ આંતરિક સર્વે હાથ ધર્યું છે,આ સર્વે માં ક્યાં વિસ્તાર માં શુ સમસ્યા અથવા ક્યાં મુદ્દાઓ ને લઇ પ્રજા વચ્ચે મત માંગી શકાય અથવા તો શું શું રણીનીતિ અપનાવી શકાય તેમ તમામ બાબતો બુથ લેવલ થી બારીકાઈથી નેતાઓ પારખવાની કામગીરી કરવામાં પોતાની ટીમોને કામે લગાડી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, દાવેદારો અને જે તે સંભવિત ફાઇનલ ઉમેદવારો એ પોતાના જે તે વિધાનસભા મત વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં આંટા ફેરા પણ વધાર્યા છે તેમજ ગામ ના મુખ્યા થી લઇ ગામ ના યુવાનો સુધી પહોંચી પોતાની તરફ આકર્ષણ ઉભું કરવાના પ્રયત્નો માં લાગ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે,

સાથે સાથે કેટલીક પાર્ટીઓ દ્વારા તો મતદારો ના મિજાજ પારખવા માટે મોબાઈલ ફોન કંપનીઓ નો સહારો લઇ સીધા જે તે વ્યક્તિને ફોન કોલ કરી વર્તમાન સરકાર સહિત વિપક્ષી પાર્ટીના લોક પ્રિય નેતા અને આગામી ચૂંટણીઓમાં ક્યાં પક્ષ ને તમે સરકાર માં ઈચ્છો છો ત્યાં સુધીનો સર્વે કરવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, આંતરિક સર્વે માં જે તે ગામ અથવા સોસાયટીમાં ફરતા જે તે પાર્ટીના કાર્યકરો થી લઈ હોદ્દેદારો મતદારો વચ્ચે બાહેદરીઓ પણ આપતા અત્યાર થી જ થઇ ગયા છે તેમ પોતાના પક્ષ તરફી માહોલ સારો છે આ વખતે તમારા વિસ્તારમાં સાચવી લેજો જેવી બાબતો પણ ચૂંટણીઓ પહેલા મતદારો સુધી રાજકીય પક્ષો પહોંચાડવાની કામગીરી માં જોતરાયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે,

તેવામાં હવે જોવું રહ્યું કે મતદારો વચ્ચે થઈ રહેલો આ ચૂંટણી પહેલા નો છૂપો સર્વે કયા રાજકિય પક્ષ માટે આશીર્વાદ રૂપ અને સત્તારૂપી બને છે,તેતો આવનાર સમય જ બતાડશે પરન્તુ એક વાત સ્પષ્ટ થાય છે કે આગામી ચૂંટણીઓમાં કોઈ પણ રાજકીય પક્ષ ચૂંટણી ના રણ ને જીતવા માટે કોઈ પણ કચાસ બાકી ન રાખે તેમ ચર્ચાઈ રહ્યું છે,

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.