ઓલિમ્પિકમાં ભારત તરફથી અશ્ચવારોહણની રમતમાં કયો ધોડો દોડશે અને કોણ હશે ધોડેસવાર.! આવો જાણો બંને વિશે..

ભારતમાં ઘોડા સવારી અને તેને લાગતી ઘણી બધી પ્રવૃત્તિઓ હડપ્પન સંસ્કૃતિઓના સમયથી ચાલતી આવી છે. પણ ઓલિમ્પિકમાં રમાતી રમત Equestrian (અશ્વારોહણ) દેશમાં એટલી પ્રખ્યાત નથી. આટલા વર્ષમાં માત્ર 2 ઘોડાસવાર જ ભારતને અશ્વારોહણમાં પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. 1996ની એટલાન્ટા ઓલિમ્પિક્સમાં આઈ. જે. લાંબા અને 2000ના સીડની ઓલિમ્પિકમાં ઈમતિયાઝ અનીસએ ભારતનું Equestrian (અશ્વારોહણ) રમતમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 20 વર્ષના લાંબા અંતરાલ બાદ કોઈ ભારતીય ઘોડાસવાર Equestrian (અશ્વારોહણ) માં ભાગ લેવા જઈ રહ્યો છે. 2020ના ટોક્યો ઓલિમ્પિક્સમાં 29 વર્ષીય બેંગ્લોરનો ફવાદ મિર્ઝા Equestrian (અશ્વારોહણ) માં દેશ માટે દજારા (Dajara) ઘોડાને દોડાવશે. તો ચાલો જાણ્યે ફવાદ મિર્ઝા અને તેના ઘોડાની ખાસિયત વિશે.

કેવી રીતે ફવાદ બન્યો ઘોડેસવાર:
ફવાદ મિર્ઝા મૂળ કર્ણાટકના બેંગ્લોરથી છે. અને તે બાળપણથી ઘોડાઓ વચ્ચે મોટો થયો છે. તેના પિતા હશન્ને મિર્ઝા પણ એક ઘોડાસવાર હતા. મિર્ઝા પરિવારની 7 પેઢીઓ  (અશ્વારોહણ) સાથે જોડાયેલી છે. જેના કારણે (અશ્વારોહણ) ફવાદના લોહીમાં છે. ફવાદ (અશ્વારોહણ)ની ઈવેન્ટિંગ કેટેગરીમાં ભારતનું ઓલિમ્પિક્સમાં પ્રતિનિધિત્વ કરશે.

ફવાદની સિદ્ધીઓઃ
ફવાદનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે ફવાદ મિર્ઝાએ 2018ના જકારતા ખાતે યોજાયેલા એશિયન ગેમ્સમાં 2 સિલ્વર મેડલ દેશ માટે જીત્યા હતા. જેમાં, એક મેડલ વ્યક્તિગત ઈવેન્ટિંગમાં અને બીજો મેડલ ટીમ ઈવેન્ટિંગમાં મળ્યો હતો. ફવાદ 1982 બાદ પ્રથમ ભારતીય બન્યો જેને (અશ્વારોહણ)ના વ્યક્તિગત ઈવેન્ટિંગ માટે કોઈ મેડલ મળ્યો હતો. ફવાદ મિર્ઝા 2019માં પોલેન્ડ ખાતે યોજાયેલા CCI3*-S ઈવેન્ટનો પણ વિજેતા રહી ચુક્યો છે અને તેણે અર્જૂન એવોર્ડ પણ મળ્યો છે. ફવાદ મિર્ઝા 2 દાયકા બાદ પ્રથમ ભારતીય ઘોડાસવાર છે. જે ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સાઉથ ઈસ્ટ એશિયા, ઓસિયાના ગૃપમાં પ્રથમ ક્રમાંકે આવતા ફવાદ ઓલિમ્પિકમાં ક્વોલિફાય થયો હતો.

ફવાદ મિર્ઝાએ કેમ પસંદ કર્યો ડજારા ઘોડોઃ
ભલે ફવાદ મિર્ઝાએ મેડિકોટ ઘોડા સાથે એશિયન ગેમ્સમાં 2 સિલ્વર મેડલ મેળવ્યા. પણ ટોક્યો ઓલિમ્પિક્સમાં ફવાદ ડજારા ઘોડાને દોડાવશે. ઘણા એક્ષપર્ટ ફવાદને મેડિકોટ ઘોડા સાથે મેદાનમાં ઉતરવા કહેતા હતા. પણ ફવાદ ડજારા 4 સાથે મેદાનમાં ઉતરવાનું પસંદ કર્યું. કેમ કે (અશ્વારોહણ) ઈવેન્ટિંગમાં 3 રાઉન્ડ હોય છે. જેમાં પ્રથમ રાઉન્ડ ડ્રેસેજ નો હોય છે. જેમાં ઘોડાની સવારી અને ઘોડાને અપાયેલી ટ્રેનિંગના આધારે જ્જ પોઈન્ટ આપે છે. બીજો ક્રોસ કન્ટ્રી રાઉન્ડ હોય છે. જેમાં, ઘોડાસવારે પોતાના ઘોડાને લાકડાના અવરોધોમાંથી નિયમિત સમયમાં પસાર કરવાનો હોય છે. જ્યારે, ત્રીજા અને અંતિમ રાઉન્ડ જમ્પિંગમાં ઘોડાને ઉંચા અવરોધની દોજમાં દોડાવાનો હોય છે. જેમાં અવરોધને ચુક્યા વગર અથવા પાડવા વગર રેસ પતાવવાની હોય છે.

ત્યારે, ફવાદનો ડજારા ઘોડો તેના મેડિકોટ ઘોડા કરતા વધારે ફાયદાકારક સાબિત થયો છે. કેમ કે ડજારા 10 વર્ષનો છે જેના કારણે તેની સ્ફૂર્તિ અને તાકાત મેડિકોટ કરતા વધારે છે. જ્યારે, જમ્પિંગ અને ડ્રેસેજ રાઉન્ડમાં આ ઘોડાની આ બંને કાબિલયતનો વધારો ઉપયોગમાં આવતો હોય છે. બીજી વાત એ પણ છે 2019થી ફવાદનો મેડિકોટ ઘોડો ઘણીવખત ઈજાગ્રસ્ત થયો છે. જ્યારે, ડજારા ઘોડો સાથે ફવાદ 2020થી ટ્રેનિંગ કરી રહ્યો છે અને હવે ફવાદની તેના ડજારા ઘોડા સાથે તાલમેલ બેસી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news