નુપુર શર્માને ધરપકડ થશે કે રાહત મળશે? આજે સુપ્રીમમાં સુનાવણી..

મોહમ્મદ પયગંબર પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલી નુપુર શર્માની બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જસ્ટિસ સૂર્યકાન્ત અને બી પારડીવાલાની બેંચ નુપુર શર્મા વિરુદ્ધ જુદા જુદા રાજ્યોમાં દાખલ થયેલા કેસોને દિલ્હીમાં ટ્રાન્સફર કરવા પર વિચાર કરી શકે છે અને નૂપુરના વકીલે તમામ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાની અરજી દાખલ કરી છે. 19 જુલાઈના રોજ થયેલી છેલ્લી સુનાવણીમાં કોર્ટે 10 ઓગસ્ટ સુધી નૂપુરની ધરપકડ પર રોક લગાવી હતી.

નુપુરે દેશભરમાં તેની સામે નોંધાયેલી તમામ એફઆઈઆરને દિલ્હી શિફ્ટ કરવાની વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અંગે કેન્દ્ર-રાજ્ય અને નુપુર શર્મા પાસેથી એફિડેવિટ માંગી હતી જેમાં કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે નુપુર શર્મા સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી કરવામાં ન આવે. સુનાવણી દરમિયાન નુપુર શર્મા તરફથી હાજર રહેલા એડવોકેટ મનિન્દર સિંહે કહ્યું હતું કે તેમના જીવને ખતરો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.