ક્રિકેટ રશિકો માટે આવ્યાં ખુશી ના સમાચાર. IPL ની બાકી ની મેચ આ જગ્યા એ રમાશે ?

આઇપીએલ 2021 : ઇન્ડીયન પ્રીમિયર લીગની 14મી સીઝન પર સતત ઉદભવી રહેલા પ્રશ્નોનો અંત આવી ગયો છે. બીસીસીઆઇએ આઇપીએલ 2021 ની બાકી મેચોને યુએઇમાં યોજવાનો નિર્ણય કર્યો છે. શનિવારે બીસીસીઆઇની મીટિંગમાં આઇપીએલને ઇન્ડીયાને યૂએઇ શિફ્ટ કરવા પર સહમતિ બની છે.

ગત ઘણા દિવસોથી આઇપીએલની 14મી સીઝનને ભારતથી યૂએઇ શિફ્ટ કરાવવાના કયાસ લગાવવામાં આવી રહ્યા હતા. પરંતુ અત્યાર સુધી બીસીઆઇ આ વાત પર કંઇપણ બોલવાનું ટાળી રહ્યા હતા. શનિવારે આઇપીએલ 2021 ના ફ્યૂચરને લઇને બીસીઆઇએ એક મીટિંગ બોલાવી હતી અને ગત વર્ષની સફળતાને જોતાં યુએઇને આઇપીલ 2021ની બાકી 31 મેચોની મેજબાની માટે પસંદગી ઉતારવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.