યોગીએ કંગના રાનૌતને બનાવી આ ખાસ પ્રોજેક્ટ માટે બ્રાંડ એમ્બેસેડર..

ઉત્તરપ્રદેશ સરકારે શુક્રવારે અભિનેત્રી કંગના રાનૌતને પોતાની મહત્વકાંક્ષા એક જિલ્લા – એક પ્રોડક્ટ કાર્યક્રમની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે.અભિનેત્રી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે આ અંગે તેમના નિવાસસ્થાને ખાસ મુલાકાત પણ કરી હતી.

યુપી સરકારે રાજ્યના ૭૫ જિલ્લામાં પ્રોડક્ટ વિશે પરંપરાગત ઔદ્યોગિક કેન્દ્ર બનાવવા ઉદ્દેશ સાથે એક જિલ્લા એક પ્રોડક્ટ કાર્યક્રમની શરૂઆત કરી છે.

એક ટ્વીટમાં લખ્યું છે કે, અધિક મુખ્ય સચિવ નવનીત સહગલે કહ્યું કે ,ખ્યાતનામ અભિનેત્રી કંગના રાનૌત સાથે મુલાકાત કરી.યુપીનાં મુખ્યમંત્રી, જેમણે તેને ઓડીઓપી પ્રોડક્ટ ભેટમાં આપી. કંગનાજી ઓડીઓપી માટે આપણી બ્રાંડ એમ્બેસેડર હશે.

એક વરિષ્ઠ અધિકારીનાં જણાવ્યા અનુસાર અભિનેત્રીએ બેઠક દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્નારા કરવામાં આવેલાં કામનાં ભરપૂર વખાણ કર્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news