પૈસા ઉપાડવા હવે તમારે નહિ જવું પડે ATM, બેન્ક તમારા ઘરે પૈસા લઈને આવશે, જાણો SBIની આ ખાસ સર્વિસ..

    જો તમારું પણ દેશની સૌથી મોટી સરકારી બેંકમાં ખાતું છે, તો તમારા માટે સારા સમાચાર છે. બેંક દ્વારા ગ્રાહકોને 20,000 રૂપિયાની સંપૂર્ણ રોકડ સુવિધા આપવામાં આવી રહી છે.અને આ પૈસા મેળવવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. બેંક પોતે આ પૈસા લઈને તમારા ઘરે આવશે.

    જો તમારું પણ SBIમાં ખાતું છે. તો તમને બેંક દ્વારા ઘણી ખાસ સુવિધાઓ આપવામાં આવે છે.પણ આજે અમે તમને બેંકની એક એવી સુવિધા વિશે જણાવીશું અને જેમાં તમને ઘરે બેઠા જ 20,000 રૂપિયા કેશ મળશે.

    તમને જણાવી દઈએ કે કોરોનાના સમયગાળા દરમિયાન બેંકોએ ગ્રાહકોની સુવિધા માટે ઘણી ખાસ સેવાઓ શરૂ કરી હતી.અને જેથી તેઓ તેમના બેંકિંગ કામ ઘરે બેઠા કરી શકે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI એ ગ્રાહકો માટે ડોરસ્ટેપ બેંકિંગ સેવા શરૂ કરી છે અને જેમાં તમે ઘરે બેઠા 20,000 રૂપિયાની સંપૂર્ણ રોકડ મેળવી શકો છો.

    SBI ડોરસ્ટેપ બેંકિંગ સુવિધામાં તમે ઘરે બેસીને ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ 20,000 રૂપિયા મેળવી શકો છો.અને રોકડ ઉપાડની સુવિધા માટે તમારી પાસે તમારા ખાતામાં પૂરતું બેલેન્સ હોવું જરૂરી છે. જે નહીં હોય તો તમારૂ ટ્રાન્ઝેક્શન રદ્દ કરવામાં આવી શકે છે.

    તમે સવારે 9 થી સાંજના 4 વાગ્યાની વચ્ચે ટોલ ફ્રી નંબર 1800111103 પર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો.અને આ સુવિધાનો લાભ લેવા માટે ગ્રાહકે પહેલા તેની હોમ બ્રાન્ચમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તે પછી જ તમે આ સુવિધાનો લાભ લઈ શકશો. આ ઉપરાંત પૈસા ઉપાડવા માટે ચેક અને withdrawal formની સાથે પાસબુકની પણ જરૂર પડશે.

    લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

    તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.