એક યુવતીના પતિનું નીકળું તેની જ ભાભી સાથે અફેર,જાણો…

શહેરમાં અમદાવાદમાં  રહેતી 26 વર્ષીય યુવતીએ લગ્ન  કર્યા અને બાદમાં તેના પતિ સાથે સાઉથ આફ્રિકા  ગઈ હતી. ત્યાં તેને પ્રેગનેન્સી રહેતા પતિએ તેને સાસરે મોકલી દીધી હતી. સાસુ નોર્મલ ડિલિવરી કરવા ત્રાસ આપતી ત્યાં જ્યારે યુવતીએ બાળકીને જન્મ આપ્યો બાદમાં સાસરિયાઓ એ વધુ ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. યુવતીએ દાણીલીમડામાં અરજી કરી પણ કોરોનાનું બહાનું કાઢી કોઈ હાજર થયું ન હતું.

યુવતીએ જાણ થઈ કે, તેના પતિનું તેની જ ભાભી સાથે અફેર છે. જેથી આ મામલે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી .

જેથી યુવતી પિયર જતી રહી અને નવમો માસ બેસતા તેનો પતિ સાસરે લઈ ગયો. જ્યાં સાસુએ નોર્મલ ડિલિવરી કરાવવા દબાણ કર્યું હતું. સિઝેરિયનથી બાળકીને જન્મ આપ્યા બાદ યુવતીએ ઘરમાં કામવાળી રાખતા તેની સાસુએ 18 જ દિવસમાં કામવાળીને પણ તગેડી મૂકી હતી. યુવતીના સસરાએ પણ દીકરીને જન્મ આપ્યો હોવાથી કઈ નહિ મળે તેમ કહી ત્રાસ આપતા અને યુવતીની જેઠાણી ઝગડો કરી તેની પુત્રી ખેંચીને રૂમમાં જતી રહેતી હતી.

બાદમાં યુવતીનો પતિ તેની જ ભાભીને લઈને ફરતો અને આડા સંબંધો રાખતો  હોવાની યુવતીને જાણ થઈ હતી. જેથી તેના પતિ અને જેઠે ઝગડો કર્યો હતો. જેથી યુવતી પિયરમાં આવી જતા યુવતી લાખો રૂપિયા અને દાગીના લઈ ગઈ હોવાનો પતિએ આક્ષેપ કરી યુવતીના ભાઈને પોલીસ કેસ કરી ફસાવી દેવાની ધમકી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news